________________
શાસનપ્રભાવક
આપી છે. તેઓશ્રીની દીક્ષા પછી તેમના કુટુંબમાંથી તેમના સંસારી ફેઈએ, કાકીએ, કાકાની પુત્રીએ, નાનાં બહેને અને માતુશ્રીએ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું છે. અને ક્રમશઃ સાધ્વીશ્રી જયલતાશ્રીજી, સાધ્વીશ્રી સુમંગલાશ્રીજી, સાધ્વીશ્રી અનુપમાશ્રીજી, સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી અને સાધ્વીશ્રી સુવર્ણલતાશ્રીજી નામે રત્નત્રયીની સુંદર આરાધના કરી રહ્યાં છે.
દેરાસરના હિસાબ તેમ જ સાત ક્ષેત્રાદિને વહીવટ ચેખે કરાવ, દેરાસરની અશાતના ટાળવી, દેરાસરોની શુદ્ધિ અને જિનપ્રતિમાઓને ઓપ કરાવવા, દેરાસરોને જીર્ણોદ્ધાર કરાવ, પાઠશાળાઓ સ્થાપવી, વ્યવસ્થિત કરાવવી–આદિ સર્વ કાર્યોમાં પૂજ્યશ્રી ખૂબ જ રસ ધરાવે છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી મધુર અને પ્રભાવશાળી છે. લેખનશક્તિ પણ સરળ, સુવાચ્ય અને સુપથ્ય છે. તેઓશ્રીનાં લખેલાં અને સંપાદિત કરેલાં અનેક પુસ્તક જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ જે ૧૦-૧૨ સાધુભગવંતોએ લાખો કલેકપ્રમાણુ વિરાટ અને વિશાળ કર્મ સાહિત્યનું સર્જન કર્યું તેમાં પૂજ્યશ્રીએ પણ બે વર્ષ જોડાઈને, સતત તેનાં સર્જન, સંશોધન, પ્રફવાચન વગેરે કાર્યોમાં નોંધપાત્ર કામ કર્યું હતું. તેના પ્રાથમિક બે ગ્રંથના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં ૧૨ મેટા હેલની અંદર જૈનસાહિત્યનું એક વિશાળ પ્રદર્શન યોજાયું હતું. તેમાં પણ પૂજ્યશ્રીએ સારું એવું ગદાન આપ્યું હતું. પૂજ્યશ્રીએ શતાઈ ગ્રંથોનું સર્જન-સંપાદન કર્યું છે. હાલમાં તેઓશ્રી વાચકપ્રવર શ્રી હર્ષવર્ધન ગણિરચિત “અધ્યાત્મબિન્દુ” નામના ગ્રંથની ચાર બત્રીશીઓમાંથી છેલ્લી ત્રણ બત્રીશીઓ ઉપર વિદ્વત્તાપૂર્ણ સંસ્કૃત ટીકા લખી રહ્યા છે. બીજા પણ “સમરાદિત્યચરિત્ર” અને હસ્તલિખિત ૧૨ પ્રતેના આધારે “મહાનિશીથ સૂત્ર” વગેરે ગ્રંથનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે. આ સાહિત્યસર્જનના કાર્યમાં તેમ જ અનેક જ્ઞાનભંડારોની સ્થાપના અને ઉદ્ધારના કાર્યમાં તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી ભવ્યદર્શનવિજયજી વગેરે સુંદર સહયોગ આપી રહ્યા છે. આજથી ૧૭ વર્ષ પૂર્વે કલ્યાણમિત્ર” નામથી પિસ્ટલ ટયુશનાથે પૂજ્યશ્રીની કલમે શરૂ થયેલું સાપ્તાહિક આજે છેલ્લાં કેટલાંય વર્ષથી ધર્મદૂતના નામે પ્રકાશિત થઈ રહ્યું છે. તત્વજ્ઞાન, કથા-સાહિત્ય વગેરે અને સુવાચ્ય અદ્યતન શૈલીમાં તથા રસભરપૂર સામગ્રીથી યુક્ત આ પ્રકાશન એક ગણનાપાત્ર માસિક છે. પૂજયશ્રીએ બબ્બે વખત ૨૦-૨૦ એકાસણું સાથે લાખ-લાખ નવકારમંત્રના જાપની વિશિષ્ટ આરાધના કરી અભુત આત્મબળ પ્રાપ્ત કર્યું છે. વળી શતાવધાનને કોર્સ કરવાથી પૂજ્યશ્રી આજે ૬૩ વર્ષની વયે પણ ગજબની સ્મરણશક્તિ ધરાવે છે. તેઓશ્રીના મધુર કંઠે બેલાતું મંગલાચરણ અને ગવાતાં સ્તવન-સઝાય સાંભળવા એ જીવનને લ્હાવે છે. શ્રેતાએ ભક્તિરસ અને વૈરાગ્યરસમાં તરબળ બની જાય છે. પૂજ્યશ્રી બાળકો અને યુવાનોને ધાર્મિક શિક્ષણ આપવામાં પણ ખૂબ રસ લે છે. અને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. શિબિર અને રાત્રિશાળાઓનું આયોજન કરીને પણ આ પ્રવૃત્તિઓને વેગવાન બનાવે છે. પૂજ્યશ્રીની પ્રકૃતિ નિખાલસ અને નિસ્પૃહ હેવાથી ભલભલાને કડવું સત્ય કહેતાં અચકાતા નથી. લાગણીવશ સ્વભાવ હોવાથી બનતા સુધી હૃદયને કઠોર પણ બનાવતા નથી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org