________________
શ્રમણભગવત-૨
પ૩૯ લાલસામાં તણાયા વગર આ આશાસ્પદ બાળક પોતાને સંપી દીધું હતું ! અને એનું જ સુફળ હતું કે તેઓ ક્ષેમચંદ્રને દીક્ષા આપીને શ્રી ક્ષમા વિજય બનાવી શક્યા હતા. શ્રી ક્ષમા વિજ્યજીમાં ધીરતા, દઢ મને બળ, સેવાવૃત્તિ, નિઃસ્વાર્થતા આદિ અનેક ગુણો શ્રી ચારિત્ર વિજયજીને દેખાયા હતા. આથી યતિ જીવનમાં મહત્વના એવા મંત્રશાસ્ત્રના અભ્યાસમાં શ્રી ક્ષમાવિયજીને જોડવામાં આવ્યા. અને ધીરે ધીરે તેમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને . યોગસાધનામાં પણ ઘણે રસ પડ્યો હતો. તેથી તેમણે તે વિષયમાં પણ ઊંડું ખેડાણ કર્યું. તેઓ કલાક સુધી યોગસાધનામાં અને ધ્યાનમાં લીન બની રહેતા. આથી તેઓ મંત્રવિદ્યાની સાથે યોગવિદ્યામાં પણ પારંગત બન્યા.
શ્રી ક્ષમાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની યે વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી શ્રી ચારિત્રવિજ્યજીના ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. તેમની બધી મિલકતો પિતાના અધિકારમાં આવી ગઈ હતી. યતિગાદીને સ્વામી હોવાને કારણે તેમની પાસે બીજી કેઈ કચાશ નહતી. તેઓ જે ધારે તે કા માટે રવતંત્ર હતા. તે પણ ક્યારેક ક્યારેક પોતે ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જતા. તેમણે જૈનદર્શનનાં ઘણાં શાનું મનન કર્યું હતું. જેનધર્મના તત્ત્વજ્ઞાનમાં તેઓ ઓતપ્રેત થઈ ગયા હતા. સત્યાસત્યને સ્વયં નિર્ણય કરી શકવાની પ્રતિભાને તેમનામાં વિકાસ થયે હતું. આથી તેઓ પિતાના અંગત જીવન વિશે ઘણી વાર ચિંતન કરતા કે, “ક્યાં પ્રભુને ત્યાગમાર્ગ, ક્યાં મારું જીવન ! ક્યાં પૂર્વના ત્યાગપ્રધાન મહાપુરુષે, ક્યાં મારું મહિપ્રધાન જીવન! કયાં મુનિજીવન, ક્યાં યતિ જીવન!–આમ, પિતાના યતિજીવનને મુનિજીવન સાથે સરખાવતાં તેમને ઘણીવાર પતે ખેટે રસ્તે હવાની અનુભૂતિ થઈ આવતી. ઘણીવાર તેઓ આ બાબતમાં વિચાર કરતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે ત્યાગપ્રધાન મુનિ જીવન જ સત્ય માર્ગ છે. ઘણાં મને મંથનને અંતે તૈયાર થયેલું એ “નવનીત' હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એ અવસર એક વાર આવી ઊભે. પિતે ઇચ્છતા હતા એવા શ્રમણ શ્રેષ્ઠ અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજ
સત્યપંથના રાહી: શ્રી ક્ષમાવિયજી જે પ્રશ્નો ઘણા સમયથી વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતોનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, યતિ જીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્ય કરવાં પડે એ, શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજ્યજીને સમજાવ્યું. શ્રી ક્ષમાવિજયજી આમેય સાચા સાધુજીવન પ્રત્યે પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજી મહારાજની વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમજીવન અંગીકાર કરવા વધુ
પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમતવિમલજી મહારાજને પિતાને શુદ્ધ મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજ્યજીમાં શ્રી હિંમતવિમલજી મહારાજને વિશેષ યેગ્યતા જણાતાં એમની સુંદર અને ભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યાઃ શ્રી સમાવિજ્યજી મટીને “મુનિશ્રી શાન્તિવિમલજી” બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org