________________
૩૮૪
શાસનપ્રભાવક
પાંચેય મહાબતનું સુવિશુદ્ધ પાલન કરતાં કરતાં જીવન-ઉદ્યાનમાં એટલાં બધાં ગુણપુને પમરાટ ફેલાવા માંડ્યો કે એનાથી પૂજ્ય ગુરુભગવંતે આકર્ષાઈ સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૮ના મંગળ દિવસે સ્થભનતીર્થ (ખંભાત)ની પાવનભૂમિમાં પૂ. પિતાજી (પૂ. ગણિવર્ય શ્રી હિમાંશુ વિજ્યજી) મહારાજના વરદ હસ્તે ગણિપદનું આપણ થયું અને એ જ દિવસે કુશળ આત્મશિલ્પી સિદ્ધાંતમહેદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પતિતપાવન હસ્તે પંન્યાસપદનું આરોપણ થયું, પણ વડીલેનું મન હજી માન્યું નહીં. ગુણપુષ્પની સૌરભ એટલી તીવ્રપણે તનમનને તરબતર કરતી રહી કે આટલું પણ સન્માન ઓછું લાગ્યું જેથી સં. ૨૦૨૯ના માગશર સુદ ૬ના દિવસે શ્રી સિદ્ધાચલગિરિની શીતળ છાયામાં આવેલા અરીસા ભુવનમાં જિનશાસનના શિરમોરસમાં પંચપરમેષ્ઠિના તૃતીયપદ – આચાર્યપદ પર આરૂઢ કરીને જ સંતેષ થેયે અને ત્યારથી પૂજ્યશ્રી આચાર્યદેવ શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મહારાજનું નામાભિધાન પામ્યા.
આચાર્યપદે આરૂઢ થયા બાદ શાસનનાં અનેક કાર્યો કરવા સાથે પિતાજી મહારાજની વૈયાવચ્ચ ગુરુથી પણ અદકેરા ભાવે કરી રહ્યા છે. તેઓશ્રીના સરળતા, નમ્રતા, ગુણાનુરાગ તેમ જ નાનાથી માંડી મોટા સુધીના કેઈ પણ જીવને પિતાના નિમિત્તે સહેજ પણ સંકલેશ કે મનદુઃખ ન થાય તેની સંપૂર્ણ કાળજી વગેરે ગુણ ઊડીને આંખે વળગે એટલી હદે વિકસ્યા છે. સંયમજીવનમાં જરાપણ ડાઘ ન લાગે તેની સતત જાગૃતિ અને જયણા વિશે અપ્રમત્તતા જતાં આપણને એમ લાગે કે ખરેખર આ મહાપુરુષે જિનશાસનને આત્મસાત્ કરી લીધું છે. શ્વાસે શ્વાસે પરમાત્માની આજ્ઞા પ્રત્યેની પ્રતિબદ્ધતા વિના આખું જીવન અને આવા ગુણેની ખીલવટ શક્ય જ નથી. તપ અને ત્યાગને વારસે તે પૂ. પિતાજી મહારાજ પાસેથી જ મળે. ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ આદિની તપસ્યા તેમ જ છૂટક છૂટક આરાધના શત્યાનુસાર વર્તમાનમાં પણ ચાલુ જ છે. તદુપરાંત વર્ધમાન તપને પાયે નાખી નાદુરસ્ત તબિયત અને અસ્વસ્થતા વચ્ચે ૩૨ એળી સુધી પહોંચ્યા છે. સં. ૨૦૩૩ માં જૂનાગઢમાં એકાંતરે આયંબિલ શરૂ કરી ૧૦૪૨ આયંબિલ થયાં ત્યારે સં. ૨૦૩૮માં નડિયાદ મુકામે બીમારીને કારણે પારાણું કર્યું. એક મહિનામાં આયંબિલ પૂર્વક શ્રી સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા એકાસણ પૂર્વક એક વખત નવ્વાણું યાત્રા. એવી રીતે ચારથી પાંચ વખત નવ્વાણું યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિ અને શ્રી ગિરનાર તીર્થ – આ બને તેઓશ્રીના શ્વાસ–પ્રાણ બની ગયા છે. શ્રી સિદ્ધગિરિ અને શ્રી ગિરનારની સંપૂર્ણ પરિકમ્મા પ્રાયઃ ચારથી પાંચ વાર કરી. પાલીતાણુ ચાતુર્માસ દરમિયાન ૭ છઠ્ઠ અને ૨ અઠ્ઠમ કરી તળેટીની યાત્રા કરી. સં. ૨૦૦૯માં માણેકપુર ચાતુર્માસમાં ૧૫ દિવસ પછી એકાંતરે ઉપવાસની આરાધના ચાલુ કરી અને ચાર મહિના બાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં પારણું કર્યું. છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત શ્રી સિદ્ધગિરિની કરી.
તૃતીય (આચાર્ય ) પદે બિરાજમાન હોવા છતાં તેઓશ્રીના જીવનમાં નમ્રતા, સરળતા, વિનય, જ્યણ, વૈયાવચ્ચ, ઔચિત્ય આદિ અનેક ગુણે આજે પણ આપણને જોવા મળે છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org