________________
શ્રમણભગવંતો-૨
૨૭૫
હતાં. અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેરા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયે. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પિષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘેષિત થયા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન બની ગયા. શા, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો.
જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધ-સુવાઓ કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. “સુષા”, “શાંતિસૌરભ',
મહાવીર–શાસનમાં તેઓશ્રીની કથાઓ પ્રસિદ્ધ થઈ છે, આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં લાખો પ્રત પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરમાં સ્તવન-સન્મા ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં સ્તવને ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્ત અને શ્રાવકે આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન આરાધકે બની રહે છે. આમ, યથાનાસગુણ પૂજ્યશ્રી પુણ્ય છે ત્યાં આનંદ છે અને આનંદ છે ત્યાં પુણ્યને સાક્ષાત્કાર થાય છે એની પ્રતીતિ કરાવી રહે છે. ખરે જ, આવી આનંદમૂતિ વિરલ હોય છે.
તે સાથે પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અઠું, ૧૬-૧૧ ઉપવાસ, વીશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પિષ વદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજ્યભદ્રકરસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ પૂ. ગુરુદેવના અંતેવાસી રહીને શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીની ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાને અમૂલ્ય લાભ લીધે. એવા એ શાંતમૂર્તિ—તપસ્વીરસાધક સંત વસાધના કરવાપૂર્વક અનેક જીને શાસનસના ઇછુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજે એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org