________________
ર૭૬
શાસનપ્રભાવક
મહાન તપસ્વી, કુશળ વ્યાખ્યાતા, ઉત્તમ કવિ પૂ. આચાર્યશ્રી વિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વિનયી શિષ્યરત્ન, અજોડ ગુરુભક્ત પૂ. આ. શ્રી વિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ એક નીડર અને પ્રભાવશાળી વક્તા તરીકે વિખ્યાત છે. તેઓશ્રી શ્રેતાઓ સમક્ષ એવી મધુરતાથી ધાર્મિક કથાનકે રજૂ કરે છે કે તે સાંભળી અનેક જીવો ધર્મના પાકા આરાધક બની જાય છે. અને એ વ્યાખ્યામાં વારંવાર રસ લેવા ઊમટી પડે છે. પૂજ્યશ્રી અન્યના નાનામાં નાના ગુણને પર્વત સમાન મહાન માની, પિતાના મનમંદિરમાં સ્થાપી, આનંદ પામતા રહ્યા છે. પુણ્યાત્મા તરીકે આવા ગુણ વિરલ હોય છે. વળી, તેઓશ્રીએ ગુરુસમર્પણ અને ગુરુસેવાના અદ્ભુત ગુણ વિકસાવ્યા છે. તેથી પ્રતિભાશાળી વિદ્વાન અને ગુણગરવા સૂરિવર્ષોમાં તેઓશ્રીની ગણના થાય છે. પૂજ્યશ્રી સંયમજીવનમાં તપસ્યાનું મહત્ત્વ પણ વીસરતા નથી. ઘણા સમયથી નિત્ય એકાસણાં, ક્યારેક અઠ્ઠાઈ વગેરે ચાલતાં જ હેય. અગિયાર ઉપવાસની તપસ્યા પણ કરી છે. તેઓશ્રી ઉત્તમ કવિ અને સારા લેખક છે. સુંદર સ્તવનેની રચના કરેલી છે. ઉપરાંત, ઘણું પુસ્તક લખીને પ્રગટ કર્યા છે અને સુંદર સાહિત્યસેવા કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી મહાન તપસ્વી, કુશળ વ્યાખ્યાતા, ઉત્તમ કવિ અને લેખક તરીકે ગુરુકૃપા દ્વારા શાસનપ્રભાવના કરી રહ્યા છે. પ્રેમ અને વાત્સલ્યનીતરતા શાંત વ્યક્તિત્વથી ભાવિકજને પ્રભાવિત થાય છે અને ધર્મના પુનિત માગે પ્રયાણ કરે છે. વર્તમાનમાં પૂજ્યશ્રી સાથે તેમના શિખેતપસ્વી મુનિવર્યશ્રી જયકુંજરવિજયજી, મુનિવર્ય શ્રી ભાગ્યશેખરવિજયજી, મુનિવર્ય શ્રી ભાગ્યપૂર્ણવિજ્યજી વિચરી રહ્યા છે. એવા એ જિનશાસનના તપસ્વી તારકને શતશઃ વંદના !
શ્રી લબ્ધિ-વિમ પટ્ટાલંકાર, પોશીના તીર્થના ઉદ્ધારક, બેંગલોર સમીપ દેવનહલ્લીમાં નિર્માણાધીન શ્રી નાકોડા અવંતિ
૧૦૮ પાર્શ્વનાથ તીર્થના પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ
જે નગરીમાં અનેક શાસનપ્રભાવક આચાર્યો, પદસ્થ, મુનિરાજ અને તપસ્વી આર્યાએ વીરપ્રભુની શાસનસેવા માટે અવતર્યા તે આરાધનામયી રાધનપુર નગરીમાં પૂજ્યશ્રીને જન્મ થયો હતો. ધર્મિક અને ધનાઢય પિતા કાંતિલાલ વરધીલાલ દોશીના કુળમાં શીલવતી સુશ્રાવિકા તારાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૦ના ફાગણ માસની પૂર્ણિમાએ પૂજ્યશ્રીને જન્મ થયો. પિતા કાંતિલાલે બાળકમાં ધર્મની કાંતિ પ્રગટાવી અને ધર્મમાતા પ્રભાબહેને બાળકની ધર્મ પ્રભાને ઉજજવળ કરી; પછી પૂજ્યશ્રીના ધર્મસંસ્કારનું પૂછવું જ શું! સપ્ત વ્યસન,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org