________________
ર૭૪
શાસનપ્રભાવક
થતાં, સં. ૨૦૦૧ના ચૈત્ર વદ પાંચમે વાગડદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. વૈશાખ સુદ ૬ને દિવસે વડી દીક્ષા થઈ અને પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી અભયવિજયજી મહારાજ નામે ઘોષિત થયા.
પૂજ્યપાદ ગુરુભગવંત અને વડીલ ગુરુભ્રાતા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રકરણગ્રંથ અને આગમશાને અભ્યાસ કર્યો. મહાનિશીથસૂત્ર સુધીના ગદ્વહન ક્ય પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક આદિ પ્રદેશમાં વિહાર કર્યો. દીક્ષા લીધી તે વર્ષથી જ પૂ. ગુરુભગવંતની સેવામાં પરાયણ થયા અને ગોચરી લાવવામાં પણ પ્રધાન થયા. પૂ. ગુરુમહારાજની આજ્ઞાથી સં. ૨૦૧પમાં ધૂલિયામાં પ્રથમ ચોમાસું કર્યું. તે પછી સં. ૨૦૨૬માં મહારાષ્ટ્રમાં ચાતુર્માસ સ્થિત થયા. ત્યાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વ્યવસ્થા કરાવી. સં. ૨૦૨૮માં ગુરુદેવને સદાય માટે વિરહ થતાં બંને ગુરુભાઈ ઓ સાથે રહીને વિહાર કરતાં શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈ શ્રીસંઘની વિનંતિઓ થતાં, મૈસૂરમાં સં. ૨૦૩૪માં પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદવી થઈ. ત્યાર બાદ પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અને પુજ્યપાદ ગુરુભગવંતે મેકલાવેલ વાસક્ષેપથી સં. ૨૦૪૩માં દડબાલાપુરમાં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને પૂજ્ય આચાર્યશ્રી વિજયઅભયરત્નસૂરીશ્વરજી મહારાજના નામે વિખ્યાત થયા. જેમ દક્ષાથી માંડીને આચાર્યપદવી પ્રાપ્ત કરવામાં અને ગુરુભ્રાતાઓ સાથે રહ્યા, તેમ લાંબા સમયના વિહારમાં, ઉપધાન તપ, ઉઘાપન, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહોત્સવમાં પણ સાથે જ હોય. એમાં યે પૂ. આ. શ્રી વિજય અભયરત્નસૂરીશ્વરજી મહારાજ તો હળવી શૈલીમાં રમૂજી દષ્ટાંત આપતા જઈને વ્યાખ્યાને આપે ત્યારે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ થઈ જાય. એવી તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી છે. એવા સમર્થ શાસનપ્રભાવક સૂર્વિર સ્વાધ્યપૂર્ણ દીર્ધાયુ પામી જયવંતા વર્તે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણે કટિશઃ વંદન!
સુપ્રસિદ્ધ કથાસાહિત્યસર્જક, સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ
પુનિત પાવન છાણી નગરીને વડોદરાના મહારાજા ગાયકવાડે “દીક્ષાની ખાણ” તરીકે ઓળખાવી છે. છાણી વિષે કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણ-દીક્ષાની ખાણી.” ભાગ્યે જ કેઈ ઘર એવું હશે કે જ્યાંથી કઈ સંયમ-આરાધક શ્રી વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર ભૂમિમાં સં. ૧૯૮૭ના પિષ વદ ને દિવસે પૂજ્યશ્રીને જન્મ થ. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનને મનેરને સંકલ્પમાં સુદઢ કરી દે એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પૂજ્યશ્રીના મોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ પાયાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org