________________
૬૧૦
શાસનપ્રભાવક
પૂ. પંન્યાસશ્રી ચરણવિજ્યજી મહારાજ
પૂ. પંન્યાસજી શ્રી ચરણવિજ્યજી મહારાજ ઘણા નિઃસ્પૃહી અને સાધુપુરુષ હતા. તેઓશ્રીનો જન્મ રાધનપુર પાસેના નાના મેરવાડા ગામે થયે હતું. શ્રી નેમચંદભાઈ અને મૂળીદેવીના તેઓ સુપુત્ર હતા. એમને ૧૧ વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર જ મુનિમહારાજના દર્શન થયેલ. પરંતુ તે દર્શને તેમના દિલ પર ઊંડી અસર પાડી. તેમના પિતાશ્રી ૪૫ વર્ષની ઉંમરે અવસાન પામતાં સદ્ભાગ્યે પાટડી રહેવાનું થયું. ત્યાં પૂ. પંન્યાસશ્રી મેરુવિજયજી મહારાજને સત્સંગ મળે, ને દિલમાં વૈરાગ્યભાવ જાગે. આગળ જતાં એ વૈરાગ્યભાવ દઢ થતાં તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. પરંતુ માતાને એકને એક પુત્ર એટલે માતા રજા ન આપે. તેવામાં ભાવિભાવ યુગથી સં. ૧૯૭પમાં કેલેરા ફાટી નીકળે, તેમાં તેમનાં સગાંસંબંધીઓમાં ૨૬ માણસોનાં મરણના ખબર મળ્યા. તે વાંચીને એમને આઘાત લાગ્યું કે,
આમાં મારે નંબર લાગી ગયું હતું તે મારી શી ગતિ થાત?” આ વાત પિતાનાં માતુશ્રીને સમજાવી તે મહાપુરુષે સં. ૧૯૭૫ના મહા વદ ૬ના દિવસે પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર્ય (પછીથી આચાર્યશ્રી) મહારાજના હાથે દીક્ષા લઈ પૂ. પં. શ્રી સુંદરવિજયજી ગણિવરના શિષ્ય મુનિશ્રી ચરણવિજયજી બન્યા. તેમની જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના ઊછળતી ભક્તિ સાથે આત્મશુદ્ધિના આશયથી જ ચાલતી. તેઓશ્રીએ બે વખત વીશસ્થાનક તપ સંપૂર્ણ, એટલે કે ૮૪૦ ઉપવાસ કરેલા અને વર્ધમાન તપની ૧૮ એળી તથા લગભગ ૧૦૦થી કંઈક અધિક અઠ્ઠમની તપશ્ચર્યા કરી હતી. સં. ૧૯૯૨માં તેઓશ્રીને પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું હતું.
તેઓશ્રીને જીવદયા ઉપર તે એટલે બધો પ્રેમ હતું કે જીવદયાને પિતાની માતા સમજતા. સં. ૨૦૨૦માં જ્યારે ભયંકર દુષ્કાળ પડડ્યો ત્યારે, જુદાં જુદાં ગામોમાંથી લગભગ એક લાખથી વધુ રૂપિયા પાંજરાપોળમાં, જીવદયા મંડળીઓમાં વગેરેમાં
જ્યાં જરૂર જણાઈ ત્યાં શ્રાવકને ઉપદેશ આપી અપાવ્યા. સીદાતા સાધર્મિક ભક્તિ માટે પણ શ્રાવકને ઉપદેશ કરતા હતા. સંયમને ખપ, કિયાની રુચિ, ક્રિયાની શુદ્ધતા માટે કેટલીય વાર જાતે જ ખૂબ ઉપગપૂર્વક કરવાની. ભારે ગુણાનુરાગ, રવાધ્યાય-પરાયણતા, જીવજતના વગેરે ઉપરાંત ભારે અશાતાના લાંબા સમય દરમિયાન પણ સુંદર સહિષ્ણુતા સાથે સમાધિ, દુશ્મનને પણ અનુમોદના કરાવી દે એવી હતી. ગામગામના ભવ્યાત્માઓ પર શ્રાવકધર્મ અને સગુણ પમાડવાને ઉપકાર પણ જબરદસ્ત હતું. આજે પણ એ શ્રાવકો ગદ્ગદ હૈયે યાદ કરી રહ્યા છે. તેઓશ્રીના ઉપદેશથી સારા પ્રમાણમાં પુસ્તકનાં પ્રકાશને થયાં. તેમાં કલ્પસૂત્ર સુબાધિકા અને જયાનંદ કેવળી ચરિત્ર બે પ્રતે તથા (૧) જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ, (૨) પંચપરમેષ્ઠી મહામંત્ર યાને જૈનધર્મનું સ્વરૂપ, (૩) સુભાષિત સૂક્ત સંગ્રહ ભા. ૧, (૪) નવપદ દર્શન અને પ્રમોદાદિ ભાવના, (૫) સુભાષિત સૂક્ત રત્નાવલી (ગુજરાતી), (૬) સુભાષિત સૂક્ત રત્નાવલી (સંસ્કૃત), (૭) પૂજા પ્રશ્નોત્તરી, (૮-૯) મુક્તિ માર્ગ પાન ભાગ. ૧-૨. આ પ્રમાણે તેઓશ્રીએ બાળભોગ્ય અને વિદ્રોગ્ય પુસ્તકનાં સંપાદન કરેલાં. તેઓશ્રીના હસ્તક પુસ્તકપ્રકાશનમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org