________________
શ્રમણુભગવંતો-૨
૬૦૯
કડાને પાઠ કરેલ. જ્ઞાનાભ્યાસમાં આગળ વધી વ્યાખ્યાન પણ જોરદાર આપવા લાગ્યા. પણ જેમ જેમ વધુ અભ્યાસ થવા લાગે, તેમ મૂર્તિપૂજા આદિ પર શ્રદ્ધા થવાથી પૂ. ગુરુમહારાજ સાથે ચર્ચાવિચારણા કરવા લાગ્યા. પણ તેમાં સમાધાન ન મળતાં, નવ વર્ષ પછી, સં. ૧૯૭૨ના માગશર સુદ ૧૧ના એસિયાતીર્થે પરમ ગીરાજ શાંતમૂતિ શ્રી રત્નવિજયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી અને મુનિ શ્રી જ્ઞાનસુંદરજી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીએ સંગી દીક્ષા પછી ગહન શાસ્ત્રાભ્યાસ અને સાથે સાથે ધર્મશિક્ષણના પ્રચાર પર વિશેષ લક્ષ આપી એસિયામાં જૈન વિદ્યાલયની સ્થાપના કરાવી. તેમ જ જ્ઞાનભંડાર, લાઈબ્રેરી, નવયુવકમંડળ વગેરેની પણ સ્થાપના કરાવી. ઉપરાંત લગભગ ૩૨૫ પુસ્તકનું લેખનકાર્ય કરી તે પ્રકાશિત કરાવ્યાં. તેઓશ્રીના હસ્તે અનેક મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા થયાં હતાં. જોધપુરમાં ક્રિયાભવન (ઉપાશ્રય)નું નિર્માણ થયું હતું. છે'રીપાલિત સંઘે પણ ઘણા નીકળ્યા હતા. તેઓએ પાંચ સ્થાનકવાસી સાધુઓને અને ત્રણ બહેનને સંવેગી દીક્ષા આપી હતી. અનેક શ્રાવકોને મૂર્તિપૂજક બનાવ્યા હતા. તેમના એક શિષ્ય શ્રી ગુણસુંદરવિજયજી, કે જેઓ ૨૨ વર્ષ સ્થાનકવાસી મુનિપણમાં રહ્યા હતા, અને સં. ૧૯૮૪માં બિલાડા ગામે પિતાના શિષ્ય બનાવ્યા હતા.
પૂજ્યશ્રીને આચાર્ય પદવી આપી શ્રી દેવગુપ્તસૂરિજી નામે ઉઘેષિત કરવામાં આવ્યા હતા, પણ તેઓશ્રીની વિશેષ પ્રસિદ્ધિ તો મુનિશ્રી જ્ઞાનસુંદરવિજયજીના નામે જ રહી હતી. પૂજ્યશ્રીમાં જ્ઞાનશક્તિ અને તર્કબુદ્ધિ ઘણી હતી. આથી તેઓશ્રી પાસેથી લેકે સટ જવાબ મેળવીને સંતોષ પામતાં. વૃદ્ધાવસ્થામાં પણ તેઓશ્રીએ પ્રકાશનકાર્ય ચાલુ રાખ્યું હતું.
મૂર્તિપૂજાને પ્રાચીન ઇતિહાસ” નામનું પુસ્તક આપના પ્રયત્નોથી ખૂબ જ પ્રચલિત અને ઉપયોગી બન્યું હતું. આપનાં ૩૨૫ પુસ્તકની ચાર લાખ જેવી નકલે બહાર પડી હતી. પૂજ્યશ્રીની શાસનસેવા અનુમોદનીય હતી. પૂજ્યશ્રીએ જોધપુર આદિ અનેક સંઘ પર ઘણે જ ઉપકાર કરેલ હતું. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ પાલી-રાજસ્થાનમાં થયું. સં. ૨૦૧૨ના ભાદરવા સુદ ૮ના દિવસે, ૭૫ વર્ષની વયે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘને ઘણી ખોટ પડી છે. પૂજ્યશ્રી જ્યાં છે ત્યાંથી અનંત કૃપા વરસાવતા રહે એવી અભ્યર્થના સાથે શત શત વંદના ! (સંકલન બિસલપુર (રાજસ્થાન )વાળા, હાલ રાયપુર (કર્ણાટક) નિવાસી ઝવેરીલાલ શંકા).
શ્ર. ૭૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org