________________
૬૦૮
શાસનપ્રભાવક
મારવાડ, મેવાડ અને કચ્છની પ્રખર ગરમીએ એમની સૌષ્ઠવપૂર્ણ કાયાને ખળભળાવી મૂકી. સદા ઝીણવટભર્યા સંશોધને તેમની આંખનાં તેજ ઝાંખાં કરી દીધાં. શિલાલેખે લેવાની ધગશમાં મારવાડની છાશ-બાટીએ તેમના દેહને નબળે કરી દીધા. તપ, સ્વાધ્યાય અને સંયમથી પુષ્ટ થયેલા આ પુણ્યાત્માને છેલ્લા મેરબીના ચાતુર્માસ વખતે જર્જરિત થયેલા શરીરને ખ્યાલ આ. રોગ એકદમ ઉગ્ર બન્યું. જુદા જુદા ગામથી ભક્તજને મેરી ભેગા થયા. ડો. મિસ જેન્સન પણ છેલ્લી મુલાકાત લઈ ગયાં. વળા સંઘે પિતાની ભૂમિમાં તેઓશ્રીને પધારવા વિનંતી કરી. શાંતમૂર્તિએ પણ પિતાની જન્મભૂમિ જ્યાં પૂજ્ય દાદાગુરુશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પવિત્ર પાદરેણુ પડી હતી ત્યાં દેહવિમેચનની ઇચ્છા પ્રગટ કરી. તેઓશ્રીએ સં. ૨૦૦૫માં માગશર સુદ પાંચમે વળામાં પ્રવેશ કર્યો અને એ સાથે જીવનના શેષ શ્વાસોચ્છવાસ ચાલુ થયા. અશાતા વેદનીયને ઉદય તેમણે શાતાભરી રીતે વેદ શરૂ કર્યો. અંતિમ શ્વાસ સુધી ધર્મશ્રવણ કરતા રહ્યા. સં. ૨૦૦૫ના માગશર સુદ બીજી સાતમની સવારે પ્રાત:કાળમાં સાડા સાત વાગે, જ્યારે સૂર્યદેવતાએ પૂર્વદિશાના પ્રાંગણમાં પિતાની પરકમ્મા શરૂ કરી ત્યારે, મુનિશ્રીને પવિત્ર આત્મા જર્જરિત કાયાની માયા વિસારીને વધુ આત્મપ્રગતિ સાધી શકે એવા કલેવરની શોધમાં ચાલી નીકળ્યું. કેટિ કોટિ વંદન હજો એ ભવ્યાત્માને !
(લેખક : શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ).
મરુધરકેસરી – સાહિત્યોપાસક પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજ
પૂ. મુનિરાજશ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિસલપુરમાં શેઠ નવલમલજી વૈદ્ય મહેતાનાં ધર્મપત્ની શ્રીમતી રૂપાદેવીની કુક્ષીએ સં. ૧૯૩૭ના આ સુદ ૧૦ના દિવસે થયે હતો. તેમનું જન્મનામ ગયવરચંદ્ર હતું. શ્રી નવલમલજીને પાંચ પુત્રો અને એક પુત્રીમાં ગવચંદ્ર સૌથી મોટા હતા. પૂર્વજન્મના સંસ્કારબલે તેઓ બાલ્યવયમાં જ વિદ્યાભ્યાસમાં અને આગળ જતાં વ્યવહાર અને વ્યાપારમાં કુશળ બન્યા હતા. તે સાથે બાલ્યવયથી જ સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરતા. ધર્માભ્યાસ પણ સારો કર્યો હતે. શ્રમણભગવંતના સમાગમ માટે અને પ્રવચન-શ્રવણ માટે તેમની વિશેષ રૂચિ રહી હતી. તેમનું લગ્ન સેલવાસના શ્રીમાન્ ભાનુમલજી બાગચાની પુત્રી રાજકુમારી સાથે સં. ૧૯૫૪માં થયું. લગ્ન થવા છતાં તેમના ધર્મસંસ્કાર ઉત્તરોત્તર વધતા રહ્યા. અને લગ્નના ચાર વર્ષ બાદ વૈરાગ્યભાવ દઢ બનતાં દીક્ષા માટે તૈયાર થયા. પણ કુટુંબીજનો સંમત ન થતાં અને તેમાં પિતાજીનો દેહાંત થતાં, પાંચ વર્ષ સુધી વધુ સંસારમાં રહેવું પડ્યું. પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં જ સં. ૧૯૬૩ના ચૈત્ર વદ ૬ ના દિવસે નીમચ પાસે જામુણિયા ગામમાં સ્થાનકવાસી પૂ. શ્રી લાલજી મહારાજ પાસે દીક્ષા લીધી. બુદ્ધિ તેજ હતી, તેથી થોડા જ સમયમાં ૩૨ સૂત્રો અને ૩૦૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org