________________
xo
પોતાના આરાધ્યપાદ પૂજ્ય ગુરુદેવના અંતિમ શ્વાસ સુધી તેએશ્રીની સતત સેવા કરી.
:
વિ. સં. ૨૦૩૬ના મહા વદ ૧૦ના દિવસે મુંબઇના દાદર નામે પરામાં તેમને પૂ. ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે ‘ ગણિત' અને ‘ પંન્યાસ પદ પ્રાપ્ત થતાં, તેએ હવે ‘ મુનિશ્રી 'ને બદલે પન્યાસશ્રી મહાન વિજયજી ગણિવર ' તરીકે ઓળખાવા લાગ્યા. અને સં. ૨૦૩૮ના માગશર સુદ ૩ના શુભ દિને પૂ. ગુરુદેવે પૂ. પંન્યાસજીને શાંતાક્રુઝમાં આચાર્યપદે આરૂઢ કર્યાં. આ સમગ્ર મુંબઇ શહેરમાં શહેરના સર્વ શ્રીસંધા દ્વારા મહામત્સવનુ આયેાજન કરવામાં આવ્યુ હતુ. પૂજ્યશ્રીની પ્રેરણાથી થયેલાં શાસન-પ્રભાવક કાર્યો પણ ગૌરવયુક્ત છે. મહેસાણાથી ભાયણીના છ'રી પાળતા સઘ પૂ. આચાર્યશ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નીકળ્યે, તે સ ંઘના આભ્યંતરપ્રેરક પૂ. આચાય શ્રી મહાન દસૂરીશ્વરજી મહારાજ હતા. તેઓશ્રીએ જ શ્રી ભરતભાઈ પૂનમચંદ સઘવીને સદુપદેશ આપ્યા હતા અને સઘ કાઢવાની પ્રતિજ્ઞા આપી હતી. પૂજ્યશ્રી નામના અને કામનાથી પર રહીને આવાં અનેક કાર્યમાં પ્રેરક બની રહ્યા. સં. ૨૦૪૭નું ચાતુર્માસ પૂનામાં આદિનાથ સોસાયટીમાં કર્યુ તે અવિસ્મરણીય બની રહ્યું; તેમાં મેાક્ષદંડક તપ કરાવ્યાં; દેરાવાસી તથા સ્થાનકવાસી શ્રાવકોની સંયુક્ત શિબિર યેાજી, જેમાં ૫૦૦ ભાવિકોએ ભાગ લીધા; કુમારપાળ મહારાજાની ભવ્યાતિભવ્ય આરતીથી નવુ વાતાવરણ સર્જાયું; વિશાળ શાકાહારી રેલી કાઢી અને ચાતુર્માંસ પરિવર્તન પણ યાદગાર રહ્યું. ભાવિ યાજનામાં પૂજ્યશ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં નાકોડા મંદિરનું વિશાળ આયેાજન કરવાની પ્રેરણા આપી રહ્યા છે. સ્વગુરુદેવ સાથે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ અનેક પ્રાંતમાં, સેંકડા ગ્રામ-નગરોમાં વિહાર કરીને, ગુરુદેવ દ્વારા કરાતી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓમાં છાયાની માફક જોડાઈ ને સતત કાર્ય કરતા રહ્યા.
શાસનપ્રભાવક
આચાર્ય શ્રી મહાનંદસૂરીશ્વરજી મહારાજ સ્વભાવથી અત્યંત સરળ અને હૃદયથી નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. તેમનુ હૃદય વાત્સલ્યભાવના સાગર સમું વિશાળ છે, કથાંય માયા નહિ, કચાંય કૈધ નહિ, કયાંય કપટ નહિ. સદા શાંત ! સદા સ્વસ્થ ! સદા સુપ્રસન્ન ! મનેારમ સ્મૃતિ દરેક ભાવિકના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી જાય છે ! પૂ. આચાર્યશ્રીને ત્રણ શિષ્ય છે : ૧. શ્રી નરચંદ્રવિજયજી, ૨. શ્રી કરુણાન વિજયજી અને ૩. શ્રી આત્માનંદવિજયજી. પેાતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી સકળ સંઘનું કલ્યાણ વાંછતા, આ પ્રસન્નમૂર્તિ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં મૈત્રી અને પ્રેમનુ' સુરીલું સંગીત છેડતા રહે ! એવા પ્રેમાળ પૂજ્યશ્રીનાં પાવન ચરણામાં વંદના કરીએ ! ! !
( સંકલન : મુનિશ્રી નરચંદ્રવિજયજી--‘ મહાન દશિશુ ’ ).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org