________________
શ્રમણભગવંતો-૨
ભદ્રપરિણામી-નિઃસ્પૃહી પૂ. આચાર્ય શ્રી વિજયભદ્રસેનસૂરિજી મહારાજ
કેટલાક સંતે મનમેહન મસ્તીના માલિક હોય છે. તેઓ આત્મધ્યાન અને ધર્મારાધનામાં જ મગ્ન હોય છે. બાહ્ય જગતને ચળકાટ એમને જરા પણ સ્પર્શતા નથી. એવા એક ભદ્ર પુરુષમાં જિનશાસનની ઉત્કૃષ્ટ ભક્તિભાવનાનાં દર્શન પામી શકીએ તેવા નિસ્પૃહી સંતશિરોમણિ છે પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રસેનસૂરિજી મહારાજ.
સં. ૨૦૦૪માં જેઠ વદમાં તા. ૨૮–૨–૧૯૪૮ને સોમવારે બનાસકાંઠાના કુવાલા ગામે ડહેલાવાળા પ. પૂ. આચાર્યદેવ શ્રી સુરેન્દ્રસૂરિજી મહારાજના વરદ્ હસ્તે તેઓને દીક્ષા આપવામાં આવી અને અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા આપવામાં આવી અને તે સમયના પૂ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય મુનિશ્રી ભદ્રકવિજ્યજી તરીકે જાહેર કરાયા દીક્ષા સમયે તેમની વય ૨૬ વર્ષની હતી. પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને તેમણે સતત જ્ઞાનાર્જન કર્યું. સં. ૨૦૨૫માં માટુંગામાં જીવણ અબજી જ્ઞાનમંદિરમાં પૂ. ગુરુમહારાજની નિશ્રામાં રહીને ભગવતી સૂત્રના જોગ કર્યો. અને સં. ૨૦૨૨ના માગશર સુદમાં ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૨૯ના પાટણ ઉપાશ્રયે ચોમાસામાં પૂ. ગુરુદેવના આશીર્વાદથી મા ખમણ અને અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ કરી, તે નિમિત્તે શ્રીસંઘે ૧૧ દિવસને જિનભક્તિમહોત્સવ કર્યો. સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૬ને શુભ દિને કુવાલા ગામે પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે ઉપાધ્યાયપદવી અને સં. ૨૦૩૦ના માગશર સુદ ૩ના શુભ દિવસે શેરીસાતીર્થમાં પૂ. ગુરુદેવના વરદ્ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત થયા અને શ્રી ભદ્રસેનસૂરિ નામે ઘોષિત થયા.
તેઓશ્રીએ પૂ. ગુરુદેવ સાથે રહીને ૧૧ માસાં કર્યા. જેમાં હિંમતનગર, વડોદરા, દહેગામ, પાલનપુર, નવરંગપુરા આદિમાં ભવ્ય શાસનપ્રભાવનાઓ થઈ. હાલમાં તેઓશ્રી આઠમા દાયકામાં આયુષ્ય ભોગવી રહ્યા છે. ચારિત્રધર્મની આરાધનામાં જ મનને એકાગ્ર રાખવાની ભાવનાવાળા આ આચાર્યદેવ ભવાંતરમાં પણ જિનપ્રભુની ભક્તિ અને ચારિત્ર મળે એવી મનોકામના સેવી રહ્યા છે અને ઉત્તરોત્તર અષ્ટકમને ક્ષય કરી, જન્મમરણના ફેરા ટાળી, શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરવાની ભાવના રાખી રહ્યા છે. પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહ્યા છે એવા આ વિનમ્ર સંતને કોટિ કોટિ વંદન હજો
तीर्थकर देवनी
શ્ર. ૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org