________________
શાસનપ્રભાવક
આચાર્યશ્રીની નિશ્રામાં રોહિડા ( રાજસ્થાન )માં સ. ૧૯૪પના મહાસુદ પાંચમને શુભ દિને ધામધૂમથી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રભવવિજયજી નામે ઘેાષિત થયા.
૩૦૮
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્ય ગુરુદેવા સાથે મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, અંગાળ, ઓરિસા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ અનેક પ્રદેશમાં વિચરી ત્યાગ, તપ અને સયમની અનેરી સુવાસ પ્રગટાવી. સ. ૨૦૧૮ના માગશર સુદ ૯ને દિવસે પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે પંન્યાસપદવી અર્પણ કરવામાં આવી. અને સં. ૨૦૨૯ના મહા સુદ પાંચમે પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સાધુ-સાધ્વીજી તથા પુરુષાદાનીય જૈનસંઘઅમદાવાદની વિશેષ અને વિશાળ ઉપસ્થિતિ વચ્ચે આચાય પદથી અલ'કૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની એક ભાવના હતી કે પાલીતાણામાં એક આરાધના સ્થળ બનાવવું, જેમાં જીવનના અંતિમ સમયમાં સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓ શાંતિપૂર્વક ધર્મારાધના કરી શકે. પેાતાના ગુરુદેવશ્રીની આ ભાવનાને મૂર્ત રૂપ આપવા પૂજ્યશ્રીએ પ્રયત્નો આદર્યો. આ કાર્ય માટે ગુરુભક્ત, સેવાભાવી, પ્રખર પ્રવચનકાર ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ સ’. ૨૦૨૯માં પાલીતાણા પધાર્યાં. તેઓશ્રીના સતત પરિશ્રમ અને સદુપદેશથી પાલીતાણામાં સ. ૨૦૩૧માં શ્રી મુક્તિ-ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. કુટરીબાઈ ઇંદ્રચ’દજી ધાકા ગિરિવિહાર જૈન ભાજનશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે પછી શાંતાબહેન વનેચંદ મહેતા સાધ્વીજી આરાધના કેન્દ્ર, શ્રી મણિ-મેાતી ઊંઝા શ્રમવિહાર, શ્રી કનકમલ જૈન ધર્માંશાળા, શ્રી મેાતીલાલ ધનરાજજી પ્રવચન હેાલ તથા તારાબહેન વિમલભાઈ નગીનદાસ સ્યાદ્વાદ વિદ્યામંદિર પૂજ્યશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા નીચે નિર્માણ પામ્યાં અને વિકાસ પામ્યાં. તેમ જ સેનામાં સુગધ રૂપે શ્રી કીતેશ ગિરિવિહાર અન્નક્ષેત્રના પણ આરંભ કરવામાં આવ્યેા. શ્રી કનકબેન વૈદ્યના વરદ હસ્તે અન્નક્ષેત્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પૂજ્યશ્રીને છેલ્લાં બે વર્ષે કેન્સરની મહાવ્યાધિની પીડા ભોગવવી પડી. આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓશ્રી સમતાના અવતાર સમા સ્વસ્થ-શાન્ત-સ્થિર રહ્યા હતા. પૂ. ગણિવય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ અને વિશાળ શિષ્યસમુદાય સેવામાં ખડે પગે હાજર રહ્યો. પૂ. આ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી સ્વય’પ્રભવિજયજી મહારાજ આદિ શ્રમણભગવતે પધારી સુંદર નિજામણા કરાવતા હતા. પૂજ્યશ્રી સિદ્ધાચલ ગિરિરાજનું ધ્યાન ધરતાં, સમતાપૂર્વક સ. ૨૦૩૩ના આસે સુદ ૮ને બુધવારે પ્રાતઃકાળે ૪-૨૨ કલાકે કાળધર્મ પામ્યા. લાખા ભાવિકામાં શેકનુ વાતાવરણ પ્રસરી ગયુ. આસે સુદ ૧૧ના દિવસે રાખવામાં આવેલી ગુણાનુવાદસભાની વિશાળ સ`ખ્યા અને ભવ્ય અજલિના સાક્ષાત્કાર કરનાર જ પૂજ્યશ્રીની મહાનતાને સ'પૂર્ણપણે સમજી શકવા સમર્થ બને. એવા એ સયમપથના સમ` પ્રવાસી સાધુશ્રેષ્ઠને અંતઃકરણપૂર્વક લાખ લાખ વંદના !
( સંકલન : “ જૈન
પત્રના સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક 'માંથી સાભાર. )
(
Jain Education International. 2010_04
""
===
For Private & Personal Use Only
www.jainelibrary.org