________________
તપ-ત્યાગ-જ્ઞાન-યોગના પરમ પ્રભાવક મહાન ઉપકારી દાદા ગુરુદેવોથી દેદીપ્યમાન
ખ ર ત ર ગ છે.
ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટ - પરંપરાએ ૩૫મા પટ્ટધર પૂજ્ય આચાર્યશ્રી વિજયઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓશ્રીના શિષ્ય પ્રશિષ્યને પરિવાર વડની શાખાની જેમ વિસ્તરતાં તેમને ગ૭ વડગચ્છ નામે પ્રસિદ્ધ થયા. કેટલાક વિદ્વાનોના મત મુજબ ૮૪ (ચોર્યાસી) ગની શાખાઓ આમાંથી નીકળી છે. તેમાં તપગચ્છ પરંપરા અને ખરતરગચ્છ પરંપરા બહુ વિશાળ પ્રમાણમાં પ્રવર્તમાન રહી છે.
ખરતરગચ્છની શરૂઆત સં. ૧૦૮૦ માં, પાટણની રાજસભામાં મહારાજા દુર્લભરાજ સમક્ષ ચૈત્યવાસીઓ અને વડગછ પરંપરાના પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ વચ્ચે શાસ્ત્રાર્થને વાદવિવાદ થતાં તેમાં પૂ. આચાર્યશ્રી વિજયી બનતાં, તેમ જ તેમનાં તપ-ત્યાગથી પ્રભાવિત થઈને શ્રી દુર્લભરાજાએ પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજને “ખરતર નું બિરુદ આપી બહુમાન કરતાં ખરતરગચ્છ” ખ્યાતિમાં આવ્યો. ખરતરગચ્છમાં મહાન ત્યાગી, જ્ઞાની, તપસ્વી, પ્રતાપી, પ્રભાવક અને સમયજ્ઞ આચાર્યભગવંતની પરંપરા રહી છે.
પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજની પાટે “સંવેગ રંગશાળા” ગ્રંથના કર્તા શ્રી જિનચંદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, શ્રી જિનવલ્લભસૂરિજી, યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી, મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનકુશલસૂરિજી, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનરાજસૂરિજી આદિ સમર્થ પ્રભાવી, કિદ્વારક, દીર્ઘદશી, રાજા-મહારાજા અને મેગલ સમ્રાટને પ્રતિબોધ આપી તીર્થરક્ષા અને જીવદયાના ફરમાન બહાર પડાવનારા, અનેક તીર્થોના જીર્ણોદ્ધાર તથા અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિથી અનેક જિનમંદિરનાં નવનિર્માણ કરાવનારા, અનેક ચમત્કારોથી શાસનપ્રભાવના પ્રવર્તાવનારા, અને કેને ત્યાગમાર્ગે–દીક્ષામાં જોડનારા, લાખ જૈનેતરને જૈનધર્મી બનાવનારા તેમ જ માંસ-મદ્યને પણ લાખો લેકેને ત્યાગ કરાવનારા શાસનપ્રભાવક ધપુરુષ થઈ ગયા. વળી, અદ્ભુત કવિત્વશક્તિધારક પૂ. આ. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ, પૂ. શ્રી સમયસુંદરજી મહારાજ, પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ (જેમના વિસ્તૃત પરિચય આ ગ્રંથમાં પ્રગટ કરેલ છે.) જેવા સમર્થ જ્ઞાને પાક અને પરમોપકારક મહાત્માઓ થઈ ગયા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org