________________
શ્રમણભગવંતે-૨
૭૧૭
પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મહારાજ
કનિકલ માઈ ડાક
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત
વર્ષામાં વાગડ ભલે, કચ્છડો બારે માસ.'
એ કચ્છની કામણગારી ધરા પર કચ્છી વીસા ઓસવાલ જૈનકુળમાં ગંગર નેત્રવાળા કચ્છનું મેરાઉ ગામ પૂજ્યશ્રીની જન્મભૂમિ છે. પિતા દામજીભાઈ તથા માતા સાકરબેનના લાકડવાયા સૌથી મોટા પુત્ર સુરેશકુમારને જન્મ સં. ૨૦૧૫માં અષાઢ માસમાં થશે. યેગાનુયેગ મેરાઉ ગામમાં શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના થતાં બાલવયમાં
જ ઘરઆંગણે વહેતી ગંગામાં ડૂબકી મારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને સાહિત્યભૂષણ સુધીની પરીક્ષા પાસ કરી. સાથે સાથ, પૂર્વના સંસ્કાર જાગૃત થવાથી વૈરાગ્યની ભાવના દઢ બનતી ચાલી. નાની વયે પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, છ કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ કર્યો. વ્યાવહારિક અભ્યાસ મેટ્રિક સુધી પૂર્ણ કર્યા બાદ ૧૭ વર્ષની વયે, સં. ૨૦૩૩ના અક્ષયતૃતીયાના દિને મકડા ગામે દીક્ષા અંગીકાર કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. -
દિક્ષા બાદ પૂજ્યશ્રીની નિશ્રામાં જ્ઞાનપ્રવૃત્તિનો મોટો યજ્ઞ મંડા અને પૂજ્યશ્રી સર્વોદયસાગરજી મહારાજે ધાર્મિક અભ્યાસ સાથે ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિને સુંદર અભ્યાસ કર્યો. પૂજ્યપાદ ગુરુદેવની સાથે કેટલાંક ચાતુર્માસ કર્યા બાદ પૂ. ગુરુદેવે સ્વતંત્ર ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી. તેમાં સં. ૨૦૩૯માં ચાંચબંદર (મુંબઈ)ના ચાતુર્માસમાં પાલાગલી હાઈસ્કૂલના ૧૮૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે પૂજ્યશ્રીને સહવર્તી મુનિરાજોની સાથે ચાતુર્માસમાં નિયમિત જવાને અવસર મળ્યો. ત્યાર બાદ વિદ્યાથીઓની પરીક્ષા લેવાઈ, અને ઇનામો પણ વિતરણ કરાયાં. પરિણામસ્વરૂપ, આ હાઈસ્કૂલ સરકારી ગ્રાન્ટ લેતી હોવા છતાં ફરીથી ધાર્મિક શિક્ષણ શરૂ થઈ ગયું. સં. ૨૦૪૦નું ચાતુર્માસ પૂજ્યપાદ ગુરુદેવની સાથે શિખરજી મહાતીર્થમાં થયું. આ સમયે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાર દરમિયાન આવતાં જૈન દેરાસરમાં પંચધાતુના ચોવીસી ભગવાન, પંચતીથી ભગવાન. આદિ જે દેરાસરમાં જે વસ્તુની ઊણપ હતી એની પૂતિ કરાવતા ગયા. સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં થાણુ તીર્થમાં શિખરબંધ જિનાલય બંધાયું. તેમાં પૂ. ગુરુદેવશ્રીના હાથે પ્રભુપ્રતિષ્ઠા થઈ. સં. ૨૦૪રમાં ગોરેગાંવ (મુંબઈ)ને ચાતુર્માસમાં ગેરેગાંવ અને મલાડના સંયુક્ત સહકારથી કારતક માસમાં ૧૧ દિવસને ભવ્ય અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું. સં. ૨૦૪૩માં સાંતાક્રુઝના ચાતુર્માસમાં ૧૦,૦૦૦ શ્લેકપ્રમાણ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' ગ્રંથ છપાવવાનું શુભ કાર્ય થયું. સં. ૨૦૪૪માં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org