________________
શ્રમણભગવંતે-૨
૨૩
સેનાની શાહીથી તૈયાર કરાવ્યું હતું. પૂજ્યશ્રીને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું જ્ઞાન હતું. પિતાના સમયમાં તેઓશ્રી ઘણું જ પ્રભાવશાળી પુરુષ તરીકે પંકાયા હતા. એવા એ એકાંતિક, સંયમસાધક, જ્ઞાનોપાસક સૂરિદેવને શત વંદના !
ا می
પરમ તિર્ધર, યુગ દિવાકર, મહાન શાસનપ્રભાવક, પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
વંદનીય વિભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના ઝળહળતા સિતારા, જૈન ધર્મસિદ્ધાંતના પરમ અભ્યાસી, કર્મશાસ્ત્રોના રહસ્યવેત્તા, દ્રવ્યાનુયેગના નિષ્ણાત, સિદ્ધાંતનિરૂપણમાં વિરલ પ્રતિભાના સ્વામી, સમર્થ વ્યાખ્યાતા, અનેક ગ્રંથના રચયિતા, લાખે પુણ્યાત્માઓને જિનેશ્વર ભગવાનની આરાધના પ્રત્યે વાળનારા, શતાધિક જિનાલયના જીર્ણોદ્ધારક, સંખ્યાબંધ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, આયંબિલ ભવન, પાઠશાળાઓ, ભેજનશાળાઓ, સાધર્મિક સંસ્થાઓ આદિના પ્રબળ પ્રેરક, અનેક પ્રતિષ્ઠા અંજનશલાકા-ઉપધાન-ઉદ્યાપન-પદયાત્રાસંઘ, વિવિધ મહોત્સવ આદિન નિશ્રાદાતા, સાતેય સુપાત્ર ક્ષેત્ર અને શાળા-મહાશાળાઓનાં નિર્માણમાં પ્રેરણારૂપ તેમ જ અનેક સેનેટોરિયમ, દવાખાનાં આદિ ઊભાં કરવા માટે કરે રૂપિયાની દાનગંગાને વહાવવા માટે સફળ સધ આપનારા પરમ પ્રભાવી ગુરુભગવંત હતા.
તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૧ને શુભ દિને સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં થયે હતો. પિતાનું નામ શાહ હીરાચંદ રધુભાઈ અને માતાનું નામ છબલબેન હતું. તેમનું સંસારી નામ ભાઈચંદભાઈ હતું. તેમની ૬ વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા ધર્મમય જીવન ગાળતાં, તેથી બાળક પર પણ નાની વયે ધર્મની ઊંડી અસર થવા લાગી. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસમાં પણ ભાઈચંદ અગ્રેસર રહેવા લાગ્યા. નવેક વર્ષની વયે બાજુના લખતર ગામે પર્યુષણ પર્વમાં બે વાર સાંવત્સરિક પ્રતિક્રમણ કરાવવા સ્વતંત્રપણે ગયા હતા. પિતાના વતનમાં ચાર ગુજરાતીને અભ્યાસ કરી, અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા. તીવ્ર બુદ્ધિશક્તિ અને ખંતપૂર્વક અભ્યાસ કરવાની વૃત્તિને લીધે અભ્યાસમાં ખૂબ ઝળકયા શિક્ષક અને ગૃહપતિ તેમની અભ્યાસનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત રહેતા અને આગાહી કરતા કે આ બાળક ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે. તેમની માતાની પણ એવી જ અંતરેચ્છા હતી કે, પિતાને બાળક ધર્મપરાયણત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે. માતા તરફથી તેમને અવારનવાર દીક્ષાની પ્રેરણા મળ્યા કરતી. એવામાં સં. ૧૯૭૫માં બોટાદમાં ચાતુર્માસ કરવા જતાં પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ રાણપુર પધાર્યા. ત્યાં પાઠશાળામાં અભ્યાસ કરાવતાં માતા છબલબેનને આંગણે પગલાં કર્યા અને ભાઈચંદની લલાટની ભવ્ય રેખાઓ જોઈ ને આગાહી કરી કે, આ બાળક શાસનને અજવાળશે. ઉપદેશ આપી કહ્યું પણ ખરું કે, એને શાસનને સસપ ઘો– અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org