________________
૨૨૪
શાસનપ્રભાવક
ત્યારથી, ૧૬ વર્ષની વયે, ભાઈચંદે પૂ. ગુરુદેવનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ના મહા સુદ ૧૧ના મંગળ દિને મહેસાણા નજીક સાંગણપુરમાં દીક્ષાગ્રહણને મહત્સવ ઊજવાય અને મુનિવર્યશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મવિજયજી નામે ઘોષિત થયા. માતુશ્રી છબલબેન પણ રાજા ગોપીચંદની જનનીની જેમ, પુત્રને સન્માગે વાળવામાં સફળ થયાં અને પુત્રની દિક્ષા થયા પછી પોતે પણ સં. ૧૯૮૦માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, સાધ્વીશ્રી કુશળ શ્રીજીના નામે સંયમસાધનામાં જોડાયા અને ત્યાગમાર્ગે જીવનને ઉજજવળ બનાવતાં બનાવતાં સં. ૧૯૯૭માં શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
મુનિશ્રી ધર્મવિજયજીએ જેમના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું” તે દાદાગુરુ પૂ. આચાર્યદેવેશ શ્રી વિજય મેહસૂરીશ્વરજી મહારાજ સમકાલીને આચાર્યોમાં પ્રથમ પંક્તિમાં
સ્થાન ધરાવતા હતા. તેઓશ્રી પ્રકાંડ પંડિત અને સમર્થ વ્યાખ્યાનકાર હતા અને તેઓશ્રીના શિષ્યરત્ન અને મુનિશ્રી ધર્મવિજયજીના ગુરુ શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ પણ મહાન અભ્યાસી હતા. આવા સમર્થ ગુરુદેવની પ્રેરક નિશ્રામાં મુનિશ્રીને શાસ્ત્રાભ્યાસ દિનપ્રતિદિન વૃદ્ધિવંત બનવા લાગે. ઉચ્ચ કોટિને વિનયગુણ, ગુરુદેવેની સતત સેવા, કુશાગ્ર બુદ્ધિ, અથાગ અને અવિરત પરિશ્રમને લીધે વ્યાકરણ, ન્યાય, કેશ, સાહિત્ય આદિ વિષયો તેમ જ આગમ, પ્રકરણે, કર્મશાસ્ત્ર આદિને તલાવગાહી અભ્યાસ કર્યો. ત્યાર બાદ પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂશ્વરજી મહારાજને સમાગમ થતાં તેઓશ્રીની પાસે બૃહદુકલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પંચમાધ્યાય આદિ ઉચ્ચતર શાને વિશદ અભ્યાસ કર્યો. અમદાવાદમાં મરચંટ ઍસાયટીથી ૬ માઈલને વિહાર કરીને પાંજરાપોળમાં પૂ. સાગરજી મહારાજ પાસે અધ્યયન માટે જતા. શાસ્ત્રના અભ્યાસની આવી અપૂર્વ રુચિને લીધે પૂજ્યશ્રી કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ અને કર્મશાસ્ત્રોમાં એટલા નિષ્ણાત બન્યા કે શ્રમણ સમુદાયમાં તેઓશ્રીની ગણના દ્રવ્યાનુયોગના એક ઉચ્ચતમ વિદ્વાન તરીકે થવા લાગી.
પૂજ્યશ્રીને ગ્રહણ અને આસેવન–બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૮૭માં માગશર માસમાં પ્રથમ પ્રવર્તકપદ અને તે પછી સં. ૧૯૨માં કારતક સુદ ૧૪ના દિવસે ભગવતીજી આદિ યોગદ્વહન કરાવી ગણિ–પંન્યાસપદ વડે વિભૂષિત કર્યા. સં. ૨૦૦૨માં કારતક વદ બીજને દિવસે અમદાવાદમાં પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે વિરાટ માનવમેદનીની ઉપસ્થિતિમાં ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ સં. ૨૦૦૬માં મુંબઈગેડીજીના ચાતુર્માસ વખતે ભાયખલામાં ઉપધાન તપની માલાપણને પ્રસંગે ઉપસ્થિત થતાં મુંબઈ મહાનગરના તમામ સંઘની ભાવભરી વિનંતિથી પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૦૭ના પોષ વદ પાંચમે આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. વિશાળ માનવ સમુદાય વચ્ચે મહામહેનત્સવપૂર્વક ઊજવાયેલા આ અવિસ્મરણીય અવસર પછી પૂજ્યશ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે વિખ્યાત થયા. સં. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાન તપ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org