________________
૧૧૪
શાસનપ્રભાવક
સંસ્કૃત ભાષા અને ધર્મશાને પ્રાથમિક અભ્યાસ કર્યો. આ અરસામાં એમનું ચિત્ત ખૂબ શતા અને આહૂલાદ અનુભવી રહ્યું.
બે-ત્રણ વર્ષ સુધી સાધુ-મહાત્માઓને સતત લાભ મળવાને લીધે હસમુખભાઈનું મન ઘરસંસારને ત્યાગ કરવા અને ત્યાગ માગને સ્વીકાર કરવા ખૂબ ઉત્સુક બની ગયું. સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કર્યો. કુટુંબના વડીલે આ સંકલ્પને પામી ગયા. એટલે એની આડે અવરોધ મૂકવાને બદલે એને વધાવી લીધે. પરિણામે, સં. ૨૦૦૫ના મહા વદ પાંચમને શુભ દિને કઠ-ગાંગડ મુકામે, કુટુંબ પરિવાર અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. મુનિરાજ શ્રી મેરુવિજ્યજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપીને પૂ. મુનિ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે ઘેષિત કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તે મનગમતી અમૂલ્ય અને અપૂર્વ વસ્તુ મળ્યાને આનંદ થે. તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. વિદ્યાથીના, વિનય, વૈયાવચ્ચની ભાવના, વિવેકશીલતા, વિનમ્રતા પૂજ્યશ્રીનાં સાથી બની ગયાં. ભૂખ્યાને ભાવતાં ભેજન મળે પછી એને લાભ લેવામાં શી મણ રહે! એમ બાળમુનિની સંયમયાત્રા સુખપૂર્વક આગળ વધતી રહી.) દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ અધ્યયનમાં લીન બની ગયા. તેઓશ્રીની અભ્યાસ પ્રત્યેની ઝંખના જોઈને ગુરુદેવે તેમને શાસ્ત્રીજી પાસે પાણિનીને વ્યાકરણને અભ્યાસ કરવા મૂક્યા. વ્યાકરણની સાથેસાથ ન્યાય, સાહિત્ય અને આગમગ્રંથોને પણ ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની પરીક્ષાઓ આપી. સિદ્ધાંતકૌમુદી, પ્રૌઢ મનોરમા, લઘુ શબ્દેન્દુશેખર, પરિભાષેન્દુશેખર, વાક્યપ્રદીપ, વૈયાકરણ, ભૂષણસાર આદિ વ્યાકરણના તથા મુક્તાવલી પ્રશ્ન, લક્ષણસિદ્ધાંત, વ્યુત્પત્તિવાદ, કુસુમાંજલિ વગેરે ન્યાયના તેમ જ શિષ્ટ સાહિત્યના ગ્રંથને બાર બાર વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો, પ્રથમા, મધ્યમ, શાસ્ત્રી અને વ્યાકરણચાર્યની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. આમ, તેઓશ્રીએ વ્યાકરણની આચાર્ય–પરીક્ષા પસાર કરી; પ્રાચીન તેમ જ નવીન ન્યાયશાસ્ત્રને અને કાવ્યને અભ્યાસ કર્યો અને જેનધર્મના પ્રાણરૂપ અને સંયમના આધારરૂપ આગમસૂત્રનું અધ્યયન કર્યું. વળી, સંપાદન પદ્ધતિને બોધ મેળવીને પિતાની જ્ઞાને પાસના ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યું. સ્વયં જ્ઞાનપાસના કરવાની સાથે સાથે તેઓશ્રી બીજાને અધ્યાપન કરાવવામાં અને ગ્રંથનું સર્જન અને સંપાદન કરવામાં પિતાની વિદ્યાવૃત્તિ આગળ વધારવા લાગ્યા. સંસ્કૃત લેકની અને વિશેષ કરીને આર્યા છંદમાં લેકેની રચના કરવાની પૂજ્યશ્રીની નિપુણતા વિશેષ આદરપાત્ર લાગે છે.
તપસ્યામાં પણ સહજ રુચિ વર્તતી રહી. વર્ધમાન તપની ઓળી, વશીસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે રંગાયેલું, એમાં આવા પનેતા પુત્ર ત્યાગધર્મને ભેખ લીધે. એટલે એની અસર કુટુંબીજને પર થયા વગર રહે? એમના પગલે એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાગને સ્વીકાર કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org