________________
શ્રમણભગવંતોર
૧૧૫ મુનિશ્રીનું નામ પ્રદ્યુમ્નવિજ્યજી છે અને તેઓ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય બન્યા છે. સં. ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા લીધી, એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજ્યજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રત્રજ્યા અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા સામે સહેજે મસ્તક ઝૂકી જાય !
પૂજ્યશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે. એટલું જ નહિ, પણ સં. ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રત્રજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યતવ ગણાય છે. પછી તે વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, પૂજ્ય ગુરુવર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે પ્રસંગે યંગ્ય પ્રેરણું પાવાની વિલક્ષણ કળાને લાભ છેલ્લે છેલ્લે સારે મળે.
આવા જ્ઞાનથી અને શીલથી એજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ. શ્રી વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના ગોહન કરવાપૂર્વક સં. ૨૦૧૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં ગણિપદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં-પાલીતાણા નગરે પંન્યાસપદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પિષ વદ ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદ–રાજનગર સ્થિત નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ૧૦-૧૦ આચાર્યભગવંતની નિશ્રામાં, જ્ઞાન-દર્શનચારિત્રના અનુમોદનીય કાર્યક્રમ અને ભવ્યાતિભવ્ય મહોત્સવ ને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા.
શાસનપ્રભાવના : પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં કાર્યો પણ એક પછી એક એમ સતત થતાં આવ્યાં છે. તેમાં જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન વગેરેનાં નિર્માણકાર્યો તેમ જ અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપ, દીક્ષા અને પદપ્રદાનાદિના મહોત્સવ અનેક સ્થળે પ્રભાવનાપૂર્વક સંપન્ન થયાં છે.
( સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ “કીતિકલેલ કાવ્ય” તેમની જ્ઞાનગરિમાને ખ્યાલ આપે છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થને ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આવે છે. વ્યાકરણના પ્રયોગો અને સાહિત્યના લાક્ષણિક ભાવથી સભર આ કૃતિ સાહિત્યના શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં અષ્ટાદશ પાપસ્થાનકાચનાશતક”, “કલ્યાણમંદિરપાદપૂર્તિવૃત્તિ', “જિનદાસશ્રેષ્ટિકથા',
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org