________________
શાસનપ્રભાવક
૧૩૦ ગણિપદ અને પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યાં. ત્યાર બાદ પ્રાંતિજમાં પ્રવર્તકપદ અર્પણ થયું. સં. ૧૯૮૧માં પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને સખત આઘાત થયા. ગુરુવિરહનું દુઃખ અસહ્ય થઈ પડ્યું. પણ સ્વસ્થતા ધારણ કરી ઈદ્રોડા, વિજાપુર, અમદાવાદ, સાણંદ, ગોધાવી આદિ સ્થળોએ ધર્મારાધના કરી. અને ત્યાર બાદ અમદાવાદના શ્રીસંઘની વિનંતીને માન આપી આચાર્યપદ ગ્રહણ કર્યું.
પૂજ્યશ્રીને સ્વભાવ નિરભિમાની હતે. મુખમુદ્રા સૌમ્ય અને શાંત હતી. પ્રકૃતિએ મિતભાષી હતા. વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. પરિણામે જૈનશાસનમાં તેઓશ્રીને અજબ પ્રભાવ હતે. સાણંદ બેઠેલી આદિ સ્થળેએ પ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવ થયા. શ્રી કીતિસાગરજી તથા શ્રી કૈલાસસાગરજી મહારાજને તેઓશ્રીના વરદ હસ્તે આચાર્યપદ અર્પણ થયાં. પૂજ્યશ્રીના ઉપદેશથી વડોદરા, ભરૂચ આદિ સ્થળોએ અનેક શાસનન્નતિનાં કાર્યો થયાં. ભરૂચમાં ભોજનશાળા, ધર્મશાળા, આયંબિલશાળા, શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર આદિ કાર્યો નિર્માણ પામ્યાં. જેનસમાજમાં કેળવણી વિશે પણ પૂજ્યશ્રી ખૂબ ધ્યાન આપતા. દીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ અનેક ગ્રંથોનો અભ્યાસ પછી સંસ્કૃત ભાષામાં ૧૧૮ ગ્રંથોનું સર્જન કર્યું. સં. ૨૦૨૪માં શ્રાવણ વદ ૩ને દિવસે ભરૂચ મુકામે રાતના ૧૧ વાગે શાસનને ઝગમગતે જ્ઞાનદીપ બુઝાઈ ગયે. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર સાથે, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સકળ સંઘ અને શિષ્યસમુદાયે અત્યંત આઘાત અનુભવ્યું. ભવ્ય અંતિમયાત્રામાં જોડાઈને લાખે ભક્તજનેએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અપી. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું અમૃતિસ્થાન પણ રચવામાં આવ્યું. એવા એ મહાજ્ઞાની ભવ્યાત્માને લાખ લાખ વંદન હજે
જ્ઞાન-ધ્યાન, ૧પ-જપ ને સમતાના સાધક અને શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી ફાર્તાસાગરસૂરીશ્વરજી મહારાજ
અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી કોચરબ-ગામ-પાલડી છે. ત્યાંના ગ્રામજને અભણ છતાં ભદ્રસંસ્કૃતિના વારસદારો છે. વારસાગત વ્યવસાયથી તૃપ્ત જીવન જીવતાં આ પ્રજાજને પરસ્પર ભ્રાતૃભાવથી વસે છે. સર્વ જાતિ અને સર્વ વર્ણોના માનવીઓ પરસ્પરના પ્રેમથી પરિપ્લાવિત થઈ પશુપંખીની સૃષ્ટિને પણ એટલા જ પ્રેમથી પાળતા–પિષતાં પ્રજાજનેમાં અદ્ભુત પ્રેમ છલકાતે જોઈને દેવેને પણ ઈર્ષા થાય. રાજાને પ્રજાપાલનનું જીવનવ્રત હતું અને પ્રજાજનોને અહિંસા અને સત્યપાલનનું વ્રત હતું. એવા પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર પોપકારી, સેવાપરાયણ નત્તમદાસ નામે શેઠને ત્યાં શીલસંસ્કારસંપન્ન સહધર્મચારિણી પુરીબેન હતાં. તેમની રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભસ્વપ્નસૂચિત પુત્રરત્નને જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org