________________
શ્રમણભગવંતો-૨
૧૩૧ માતાપિતાના સુસંસ્કારોની રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચક્ખાણ. તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાને લાગતે પણ સંસ્કારમાં મહાન લાગતું હતું. સાધુસંતની વૈયાવચમાં પ્રથમ, વડીલના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાંઓની સેવામાં અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યને રંગ ઘેરે થતે ચાલે. પૂ. ગિનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સમાગમ કેશવલાલને વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૯૬ના કારતક વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીતિસાગરજી અન્યા અને સંયમશ્રીને વર્યા.
દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર મુકામે તેઓશ્રીને પન્યાસપદે સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સમી, માણસા, વિજાપુર, સાણંદ, આંબલી પેળ-અમદાવાદ, સાબરમતી, જૈન સેસાયટી–અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ડીસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બેટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને પુનઃજીવિત કર્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથેના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કેલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં કલેશ કંકાસ, ઝગડામનદુઃખને મિટાવીને સંપ-શાંતિનું વાતાવરણ સર્યું. અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલચૂલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
પૂજ્યશ્રી વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર ધરાવતા હતા. પૂ. મુનિવર્ય શ્રી હરખસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી કરુણાસાગરેજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી મહિમાસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી દક્ષસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી ચંદસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી સુભદ્રસાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી સુબોધસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યશ્રી àલેકસાગરજી મહારાજ, પૂ. મુનિવર્યથી અશોકસાગરજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સં. ૨૦૦૪માં પૂના મુકામે પૂ. તપસ્વી મુનિવર્ય શ્રી કૈલાસસાગરજી મહારાજને ગણિપદથી અલંકૃત કર્યા હતા. સં. ૨૦૦૫માં માગશર સુદ ૧૦ને દિવસે મુંબઈ મુકામે ગોડીજીના ઉપાશ્રયે ગણિવર્ય શ્રી કૈલાસસાગરજી મહારાજને પંન્યાસપદ અર્પણ કર્યું હતું. સં. ૨૦૦૬ના માગશર સુદ પાંચમે આંબલી પાળ ઉપાશ્રયમાં મુનિવર્ય શ્રી મહદયસાગરજી મહારાજને ગણિપદ તથા પંન્યાસપદ અર્પણ કર્યા હતાં. સં. ૨૦૦૬ના વૈશાખ વદ પાંચમે ગનિષ્ઠ આચાર્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org