________________
૧૩૨
ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબની ૨૫મી સ્વર્ગારોહણ તિથિ વિજાપુરમાં ઊજવાઈ. સ. ૨૦૧૦ના માગશર સુદ ૩ના ડીસા મુકામે પૂ. તપસ્વી મુનિવય શ્રી મનેહરવિજયજી મહારાજ પૂ. કપૂરવિજયજી મહારાજના સમુદાયના ) તથા પૂજ્ય તપસ્વી મુનિ શ્રી સૂર્ય સાગરજી મહારાજ, પૂ. મુનિવર્ય શ્રી સુભદ્રસાગરજી મહારાજ તથા પૂ. મુનિત્રય શ્રી સુર્યોધસાગરજી મહારાજ ભગવતીસૂત્રના યોગાદ્વહન કરાવી ગણપદ તથા પંન્યાસપદ અર્પણ કર્યાં. સ. ૨૦૧૧માં સાણંદ મુકામે પૂ. પંન્યાસપ્રવર શ્રી કૈલાસસાગરજી ગણિવર્ય શ્રીને ઉપાધ્યાયપદે બિરાજમાન કર્યાં. તેમ જ સ. ૨૦૨૨ના માગશર વદ ૧૧ને દિવસે પચ પરમેષ્ઠિના ત્રીજા પદે–આચાય પદે બિરાજમાન કર્યાં. સં. ૨૦૨૩ના જેઠ વદ ૧૧ના શુભ દિને અમદાવાદ–આંબલીપાળના ઉપાશ્રયમાં પૂ. પ્રવચનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી સુઐાધસાગરજી ગણિવય શ્રીને પ’ચપરમેષ્ઠિના ત્રીજા પદે આચાર્યપદે બિરાજમાન કરી, પોતાની પાટે ઉત્તરાધિકારીપદે સ્થાપન કર્યાં. આ પ્રમાણે અનેક યેાગ્ય અને ચારિત્રસંપન્ન સંયમી સાધુઓને પદપ્રદાન કર્યાં. પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન, ઉજમણાં, છ'રી પાલિત સદ્યા, જિનેન્દ્રભક્તિ મહોત્સવે આદિ પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રભાવનાપૂર્વક થયાં.
શાસનપ્રભાવક
પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા; શાંત અને ગભીર હતા; ધીર અને વીર હતા; ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેએશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનુ' ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેએશ્રીએ સં. ૨૦૨૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુખાધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યાં ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણેા જણાવા માંડયાં હતાં. શરીર ક્ષીણુ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપ`ની સુંદર આરાધના કરી; ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાના વરઘેડા અપેારે ૩-૦૦ કલાકે ચડયો. સાંજે ૫-૦૦ વાગે સ્વામિવાત્સલ્ય થયું. રાત્રે ૧૧-૦૦ કલાકે પૂજ્યશ્રીનુ સ્વાસ્થ્ય કથળ્યું, ચતુર્વિધ સ ́ઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયા. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયુ. હાય તેમ ચારાશી લાખ જીવયેાનિને તેગ્નેશ્રીએ ત્રિવિધે-ત્રિવિષે ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘ નમા અરિહંતાણું ’ને જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વષઁની ઉંમરે ૪૭ વર્ષોના સંયમપર્યાય પાળી અન ંતની યાત્રાએ ચાલ્યા ! લાખેા ભાવિક શાકમગ્ન બની ગયા. ભવ્ય અતિમયાત્રા સાથે અગ્નિસ'સ્કાર થયા. ડીસા જૈન સ`ઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમેાદનાથે સ. ૨૦૨૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અર્હત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહુ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવીને સ્વ`સ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસ`સ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુખાધસાગરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિ મંદિર રચવામાં આવ્યુ. પૂજ્યશ્રી ચિરઃસ્મરણીય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org