________________
ર૭૨
શાસનપ્રભાવક
છે. પૂજ્યશ્રીમાં આ સર્વ લક્ષણોને સમારેહ સાંપડે છે. તેઓશ્રી વૈયાવચ્ચ, સ્વાધ્યાયશીલતા અને શુદ્ધ ઉપગની ગુણત્રિવેણીથી પતિતપાવન વ્યક્તિત્વ ધરાવે છે. પૂજ્યશ્રીએ પ્રસંગે પાર પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપન, ઉજમણાં આદિ ઉત્સવમાં પ્રેરણા–માર્ગદર્શન આપ્યાં છે. છેલ્લે શંખેશ્વરભદ્રેશ્વર છરી પાલિત સંઘમાં તેઓશ્રીનું પ્રદાન સુવર્ણ કળશ સમું ઝળકી રહ્યું છે! ધન્ય એ શાસનપ્રભાવના ! વંદન હજો એ સ્વાધ્યાયરત સૂરિવરને !
પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયઅશોકરિત્નસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતમાં વડોદરા પાસેનું છાણી ગામ ભવ્ય જિનાલયથી શોભાયમાન પિતાને પુણ્યપ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી મહાવીર ભગવાન અને શ્રી કુંથુનાથ ભગવાનનાં ભવ્ય દહેરાસરે, ઉપરાંત ઉપાશ્રયે, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત છાણીનગરમાં શાહ ચંદુલાલ છેટાલાલનાં ધર્મપત્ની શ્રી કમળાબેનની કુક્ષિએ સં. ૧૯૮રના જેઠ સુદ ૧૩ના મધ્યરાત્રિએ પુત્રરત્નને જન્મ થયે. છાણી ગામમાં ધર્મમય વાતાવરણ તે હતું જ, એમાં સુસંસ્કારની સુગંધ મળતાં સેનામાં સુગંધને ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના પ૦ વર્ષના પ્રતિષ્ઠાના મહત્સવ વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના પ્રગટી. તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ વજેચંદ તરફથી છરી પાલિત સંઘમાં જોડાઈને પાલીતાણામાં ચૈત્ર સુદ ને દિવસે સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજની આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. પૂ. આચાર્યશ્રી ભુવનસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી અશોકવિજ્યજી નામે જાહેર થયા. અને તે જ વર્ષે ત્યાં પાલીતાણું પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને આજીવન જીવન સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા. ગુરુદેવ અને પૂ. વડીલ ગુરુબંધુ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં પ્રકરણ અને આગમગ્રંથનું ઊંડું અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકમાં વિહાર કરીને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદ્ધહન કર્યા. વિશસ્થાનક તપ, પાંચ વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ ભગવાનનાં એકાસણા, પાંચે કલ્યાણકેની આરાધના, પિષ દશમી તપની આરાધના કરી છે.
સં. ૨૦૨૦ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક ગુરુદેવને દાવણગિરિમાં વિહાર થયે. તે પછીથી વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી ભગવતીસૂત્રના ગોદ્રહન સાથે સૂત્રનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org