________________
શ્રમણભગવંત-૨
તપ-જપ અને ગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના અને જ્ઞાનપાસનામાં આગળ વધવા સાથે જપ-તપ અને યુગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે નામને પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫૦૦ આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. ઈશ્વરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસને સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તપ પૂર્વક સવા કરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્ર જાપ કર્યો. ૫૦૦ આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાય: મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રને એક લાખને જાપ, અચલગઢ (આબુ )માં એક વર્ષ રહી એકાસણુ સાથે શ્રી સિદ્ધચક મૂલમંત્રને જાપ, પિસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અઠ્ઠમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગાહર તેત્રને જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણું સાથે એક લાખ નવકારમંત્રને જાપ, આગલેડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી મણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની ગુફાને જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પર રૂમ રિપેર કરાવી, તે તે સ્થાનની તીર્થપેઢીને અર્પણ કરેલ.
પૂજ્યશ્રીને સં. ૨૦૩ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજયભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં “ગદિવાકર ની પદવી અર્પણ કરવામાં આવી. ૫. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજ્યજી, મુનિશ્રી રાજ્યશવિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી અને મુનિશ્રી શાંતિચંદ્રવિજ્યજી છે.
શાસન પ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન સ્થાનને ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. એક બીજું નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ.મી. દૂર વક્તાપુર ગામે “૩૪ શ્રી પાર્શ્વ–પદ્માવતી જેન વે. મૂ. તીર્થ” નામે સ્થાપી, ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયે, ધર્મશાળા, ભેજનશાળા આદિનું આયોજન કરાવી, સં. ૨૦૪૬માં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ તલાટીમંદિર, જસનગર, કાલુકોકન (રાજસ્થાન)માં શિખરબંધ દેરાસર, સુમેરપુર ( ઉંદરી), બેલાપુર (થાણા ) અને મામલતદારવાડી–મલાડ (મુંબઈ)માં જિનાલયો, દેવ-દેવીની પ્રતિષ્ઠા, નાલમાં શ્રી પદ્મનાભસ્વામી જિનાલયે શ્રી પાર્શ્વ પદ્માવતીની પ્રતિષ્ઠા, અચલગઢ (આબુ)માં યક્ષ-યક્ષિણની પ્રતિષ્ઠા તથા વડાલી (બનાસકાંઠા) ગામે સોસાયટીમાં શિખરબંધ દેરાસર અને ઉપાશ્રયનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org