________________
શાસનપ્રભાવક
- ૬૦ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન ગામેગામ વિચરી, અનેક સ્થળે ચાતુર્માસ કરી, પિતાની વાચસ્પતિ રૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનેને તેમ જ જૈનેતરને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરી; ૮૦ વર્ષની વયે સં. ૨૦૪૩ના વૈશાખ વદ ૨ ને ગુરુવારે, નવકારમંત્રનું મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વડોદરા અને આસપાસનાં ગામોનાં શ્રાવકશ્રાવિકાઓ અને ભક્તગણે વિશાળ સંખ્યામાં એકત્ર થઈભવ્ય પાલખીમાં અંતિમ યાત્રા કાઢી. દિવંગત આચાર્યશ્રીના અગ્નિસંસ્કારને લાભ સંસારી વેરા પરિવારે લીધે. પૂ. ગુરુદેવના કાળધર્મ નિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ તથા મુનિશ્રી નીતિવિજયજી મહારાજની શુભ નિશ્રામાં અષ્ટાલિકા મહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને શિષ્ય પૂ. આચાર્યશ્રી વિચંદ્રસૂરિ જ્ઞાનસદન, ૧૧ અંકુર રોસાયટી, પાણીગેટ બહાર, વડોદરા-૧ન્ના સરનામે બિરાજમાન છે. જેઓશ્રી ગુરુદેવે ચીધેલા માર્ગે જૈનસંઘને પ્રેરણા આપી રહ્યા છે પૂ. ગુરુદેવ જ્યાં હોય ત્યાંથી તેમની છાયા મળતી રહે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીને કેટિ કેટિ વંદના ! આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, વક્તાપુર તીર્થના
સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ યોગસાધનાઓના સાધક પૂ. આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજ્ય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના સિરોહી રાજ્યના પાલડી (માયલી) ગામે બિબલેસા પરમાર ગોત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ ચતરાજી માજી, માતાનું નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચુનીલાલજી હતું. ચુનીલાલ માત્ર દેઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઉછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્ય અને આ જન્મના ધર્મસંસ્કાએ તેમની ધર્મ પ્રત્યેની રુચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમે તેમના જીવન સાથે વણાઈ ગયા. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ બળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ સંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તતપર બન્યા. સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ ભાવના સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની કર્મગ્રંથ, પ્રકરણ, ન્યાય તથા આગમશાને ઊંડો અભ્યાસ કર્યો. જતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org