________________
૭૧
શ્રમણભગવંતો-ર ત્યાં તેમનાં બાળકોમાં એ સંસ્કાર પ્રતિબિંબિત થતાં વાર નથી લાગતી. ધર્મસંસ્કારોને બળે તથા જન્મજન્માન્તરની કેઈ અનેખી સાધનાને જેરે કાંતિલાલને ધર્મરાગ, વૈરાગ્યરંગ બાલ્યાવસ્થામાં જ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે જતો હતે. રતિભાઈ, હિંમતભાઈ તથા નાનાભાઈ વગેરે કુટુંબીજને સાથે તે સંસ્કાર વિશેષ રીતે પાંગરવા માંડ્યા. અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે એમ દઢપણે સમજતા થયા.
પ્રવજ્યાના પુનિત પથે પ્રયાણ : પારસમણિને સ્પર્શ તો લેહને સુવર્ણ બનાવે; પણ સત્સંગને રંગ જીવનમાં શું પરિણામ ન લાવે? એક સુભાગી દિને પૂ. શાસનસમ્રાટશ્રી આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ સાથે કાંતિલાલને સત્સંગ ચાલ્ય. એ પવિત્ર પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનેની અનુમતિની ચિંતા કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના શુભ દિને, ભવિષ્યના શાસનતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના માવલી સ્ટેશન પાસે ગોધૂમ ક્ષેત્રમાં શાંતિમૂતિ વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છેડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પોતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તૂરવિજયજી નામે ઘેષિત કર્યા
સાધનામય જીવનઃ ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંયમ સ્વીકાર્યા બાદ, સંયમદાતા ગુરુદેવશ્રીની નિશ્રામાં જ્ઞાન-તપ-વિનય–વૈયાવચ્ચ-ભક્તિ–સ્વાધ્યાયની તીવ્રતા અને નિષ્ઠાપૂર્વક ગુરુચરણસેવાનું સુમધુર ફળ પૂ. મુનિશ્રી મેળવવા લાગ્યા. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ-સમતા–સ્વાધ્યાય-સતેષ–સાદાઈસરળતા વગેરે સુસંસ્કારોનું સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્નાદિકની કૃપા વર્ષોથી પરિપ્લાવિત થઈ ગયા. તેથી જ તે, સહજ રીતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રતભક્તિ અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણી સંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થયું. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનજીવન આપ્યું. અને તેઓશ્રી પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મસ અને આગમજ્ઞાતા બન્યા. પોતાના સુવિશાળ જ્ઞાન દ્વારા પ્રાકૃતમાં પાઈવ વિન્નણ કહા, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, સિરિજબૂસ્વામી ચર્ચિ, સિરિ વિજયચંદ કેવલિ ચરિયું, આરામસિહા કહા, સિરિ ઉસહનાહચરિયું તેમ જ સંસ્કૃતમાં પંચ નમસ્કાર સ્તવવૃત્તિ, સૂર્યસહસ્રનામમાળા, ચતુર્વિશતિ નિસ્તવવૃત્તિ, અભિધાનચિંતામણિ કેષ, ચંદ્રોદયટીકા વગેરે અને ગુજરાતીમાં પણ શ્રાવક ધર્મવિધાન, વિનયસૌરભ, પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ ૧-૨, સાતાપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વગેરે ૩૯ પુસ્તકનું સંપાદન, સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી જ્ઞાનગંગાને ખજાને સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. વધુ નોંધપાત્ર અને આશ્ચર્ય પમાડે એવી વાત તે એ છે કે તેઓશ્રીને પિતાના પ્રારંભિક મુનિજીવનમાં એક દિવસની અધી ગાથા કરવામાં તનતેડ પરિશ્રમ કરવો પડતે તે ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org