________________
૫૦૮
શાસનપ્રભાવક
સભામંડપ ખીચોખીચ ભર્યો હતે. અચાનક ખબર આવ્યા કે પૂજ્ય ગુરુદેવને રાજગઢમાં સ્વર્ગવાસ થયે છે. વજાઘાત સમા સમાચારથી અસહ્ય વેદના થઈ. પરંતુ પિતે જ્ઞાની હતા. સંગ અને વિગ તે ચાલતા જ આવ્યા છે. પિતે નિર્ણય કર્યો કે, ગુરુદેવના સિદ્ધાંતને
અધિક વેગવાન બનાવવામાં જ જીવન સમર્પિત કરવું. સંઘ એકત્ર થયે. ગુરુદેવશ્રીના ઉત્તરાધિકારી તરીકે સર્વાનુમતિથી પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજ્યજી મહારાજને પસંદ કરવામાં આવ્યા. સં. ૧૯૬૫માં જેઠ સુદ ૧૧ને દિવસે જાવરા (મધ્યપ્રદેશ)માં ચતુવિધ સંઘની સાક્ષીમાં પૂ. ઉપાધ્યાયજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. જનસમૂહમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજને જયનાદ ગુંજવા માંડ્યો. આપશ્રી સ્વશ્રેયની આરાધનામાં લીન રહેવા સાથે ગચ્છની ધુરા સંભાળતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન આદિ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વ.પર જીવનને ધન્ય બનાવતા રહ્યા. તેમ જ ઉપાધ્યાયજી શ્રી ગુલાબવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી તીર્થવિજ્યજી મહારાજ, મુનિરાજ શ્રી બધિવિજયજી મહારાજ જેવા અનેક ભાવિકેને ચારિત્રરત્ન પ્રદાન કરીને આત્મદ્ધારને માર્ગે આગળ ધપાવ્યા. આપશ્રી રચિત સમકિત અષ્ટપ્રકારી પૂજા, અષ્ટપ્રવચન માતા પૂજા, બાહર ભાવના પૂજા, સમવસરણ પૂજા, વિંશતિ સ્થાનક પૂજા અને જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજા વગેરે પૂજાઓમાં એમની વિદ્વત્તાનાં દર્શન થાય છે.
સં. ૧૯૭૭નું વર્ષ. પૂજ્ય આચાર્યદેવ પોતાના શિષ્યમંડળ સાથે બાગરા (રાજસ્થાન)માં ચાતુર્માસ ગાળી રહ્યા હતા. સંઘમાં આનંદમંગલ છવાઈ ગયું હતું. ગામમાં ગણનાયક આચાર્યશ્રીને ચાતુર્માસ હોય તે એવા લાભથી કેણ વંચિત રહે! બાગરામાં જાણે ચતુર્થ આરો પ્રવર્તી રહ્યો હોય એમ જણાતું હતું ! પર્યુષણ પર્વના ચાર દિવસ વીતી ગયા. મહાવીર જન્મવાચનને દિવસ આવ્યું. આચાર્યશ્રી તે પિતાની તૈયારીમાં લાગી ગયા. તેઓ સ્વર્ગીય ગુરુદેવનું સ્મરણ કરવા માંડ્યા અને પરમેષ્ઠી ભગવંતોનું શરણ ગ્રહણ કરવા માંડયા. તે સમયે જનસમાજ મધ્યાહનની તૈયારીમાં હતું. પરંતુ અચાનક સમાચાર મળતાં જ થોડીવારમાં શ્રમણછંદ, શ્રમણવંદ અને શ્રાવક-શ્રાવિકાઓને સમૂહ ઉપાશ્રયમાં ઉપસ્થિત થઈ ગયે. અહમ અહંમનાં ઉચ્ચારણ સાથે આચાર્યશ્રીને આત્મા આ નશ્વર દેહ ત્યાગીને પરલકના પવિત્ર પંથે પ્રયાણ કરી ગયે. આચાર્યશ્રીના મહાપ્રયાણથી સંઘમાં શોક છવાઈ ગયે. દૂર દૂર સુધી આ સમાચાર ફરી વળતાં બાગરાની ધરતી પર જનસમુદાય ઊમટી પડ્યો. ગામની બહાર દક્ષિણ દિશામાં લોકોએ અશ્રુભીની આંખે એમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર કર્યો. જય હો ! અમર રહે! ના ગગનભેદી જયઘોષથી આકાશ ગુંજી ઊઠયું. સર્વ પિતા પોતાના સ્થાને પાછા ફર્યા. બાબરા જેન વેતામ્બર ત્રિસ્તુતિક સંઘે ભવ્ય સમાધિમંદિરનું નિર્માણ કર્યું અને પ્રતિષ્ઠા ઉત્સવની સાથે પૂ. આચાર્યશ્રીની સુંદર પ્રતિમાની સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી ગયા, પણ પિતાની ગુણગરિમા સંસારમાં છેડતા ગયા. તેઓશ્રી ખુદ ધન્ય બની ગયા અને બીજાઓને ધન્ય બનાવતા ગયા. એવા એ મહામાનવને કટિશઃ વંદના !
(સંક્લન : “રાજેન્દ્રતિ માંથી સાભાર.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org