________________
શાસનપ્રભાવક
અદ્દભુત આત્મશ્રદ્ધા ધારણ કરનાર : સાધુ–સાદવીઓનાં
અધ્યયનના હિમાયતી
પૂ. આચાર્યશ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતનું અતિખ્યાત પાટનગર પાટણ, કે જેમાં અનેક મહાન વિભૂતિઓ જન્મવાથી જેને ભવ્ય ઈતિહાસ સર્જાય છે તે નગરમાં સંઘવી અમૃતલાલભાઈ અને પરસનબેનના ગૃહ સં. ૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃપક્ષે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. ધર્મભાવના તે તેમનામાં ભરપૂર હતી. બાર વર્ષની ઉંમરથી જ નવપદજીની ઓળી કરતા હતા. અને દીક્ષાની વાનગી તરીકે કઈ કઈ વખત એકલા ચણા ખાઈ ચલાવી લેતા. એક વખત ચાલુ ઓળીમાં જ દીક્ષા લેવા માટે નાસી છૂટ્યા અને ઓળીના બાકીના બધા દિવસે ચણથી જ પસાર કર્યા. આ કારણે પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી, સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને ૧૬ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિશ્રી વિજ્ઞાનવિજયજી નામે ઘેષિત કર્યા. દીક્ષા લીધા પછીનાં દસ વર્ષમાં પૂ. મુનિશ્રીએ અવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ અભ્યાસ કરીને જ્ઞાનગ સિદ્ધ કર્યો જેના ફળસ્વરૂપે તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્ય પરિવાર જોવા મળે છે. પૂ. ગુરુભગવંતે પણ તેમનામાં વિચક્ષણ વ્યવહારજ્ઞાન જોઈ, તેમને બાલસાધુઓને સાચવવાનું જવાબદારીભર્યું કાર્ય સંપ્યું હતું.
પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘારાવ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં શ્રી કસ્તુર. સૂરિજી મહારાજને દીક્ષા આપતાં તે તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચારવું પડ્યું અને તેથી તે તેઓ ઘણું જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પિતાના આશ્રિત પ્રત્યેનો એટલે વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પિતાના કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મંથન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તુરસૂરિજી મહારાજને અધ્યાપન કરાવવા પિતાની જાતે જ યતિ અને સંતે પાસે લઈ ગયાનાં દૃષ્ટાંતે છે. કોઈ કરી શકતા હશે કે કેમ? એ પ્રશ્ન છે. એટલે જ એમના જીવનમાં કઈ પણ વ્યક્તિને પૂજ્યશ્રી પ્રત્યે અ–પ્રેમ થયે હોય તેવું જાણવા મળ્યું નથી. હું મહાન છું, એવું ક્યારેય તેમણે વિચાર્યું નથી. જ્યારે પણ દર્શન કરે ત્યારે જાણે એક પ્રભુતામય પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org