________________
શ્રમણભગવંતે-૨ ભાવ વ્યક્ત કર્યો! અને વિરોધ કરનાર વિદ્યાશાળાએ જ સર્વ પ્રથમ ચાતુર્માસ માટે વિનંતી કરી !
મહાન જીવનકાર્યો : પૂજ્યશ્રીએ સતત અભ્યાસ મગ્ન રહીને અનેક ગ્રંથની રચના કરી. જૈન સ્તોત્રસંગ્રહ, જૈન સિદ્ધાંત મુક્તાવલી, સૂરિસ્તવ-શતક, જેન તર્કસંગ્રહ, શ્રી કદંબગિરિ સ્તોત્ર, બીજા કર્મગ્રંથની ટીકા (શ્રી સ્તવ-પ્રકાશ), ચોથા કર્મગ્રંથની ટીકા (શીતિ પ્રકાશ), સમુદ્ધાતતત્વ, સ્યાદ્વાદરહસ્ય પત્રવિવેચન, પ્રતિષ્ઠાતત્ત્વ, શ્રી પર્યુષણ પર્વતિથિવિનિશ્ચય, શ્રી પદ્માવતી તેત્ર, શ્રી ગુજરાતી સ્તોત્રસ્તવનાદિ ગ્રંથે મુખ્ય છે. પૂજ્ય ગુરુભગવંતના સ્વર્ગવાસ સુધી અખંડ ૩૩ વર્ષ પર્યત એકધારી સેવા કરનાર પૂજ્યશ્રીની ગુરુભક્તિ પણ અનન્ય કહી શકાય એવી હતી. બંને સમય પૂ. ગુરુભગવંતનું પડિલેહણ – સંથારો કરે, કાપ કાઢવે, ગોચરી અને સુશ્રષા કરવી—એ તેમને નિત્યક્રમ હતું. આ ઉપરાંત, ૬૫ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યવરને હાથે સફળતાથી પાર પાડેલા શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અત્યંત લાંબી બને તેમ છે. તેમાં, મહુવામાં શ્રી નેમિવિહાર પ્રસાદ, શ્રી વાસુપૂજ્ય સ્વામી દેરાસર, મારવાડમાં રાણકપુરજી મહાતીર્થ, અમદાવાદમાં હઠીસિંહની વાડીનાં ઐતિહાસિક દેરાસર, મહુવામાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ, પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજયની છાયામાં અસંખ્ય જિનબિંબની પ્રતિષ્ઠા અને અંજનશલાકાના અનેકાનેક મહોત્સવે તેઓશ્રી હસ્તે ઊજવાયા હતા. આ ઉમ્પરાંત, અનેક મુનિવરેને ગણિ-પંન્યાસપદ અને ઉપાધ્યાય તેમ જ આચાર્યપદ અર્પણ કરવાના ઉત્સ પણ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાયા હતા. અનેક તીર્થસ્થાનોથી સંઘયાત્રા કાઢવામાં પૂજ્યશ્રી પ્રેરણાસ્થાને રહ્યા. એમાં સં. ૨૦૧હ્ના કપડવંજથી શેઠ શ્રી રમણલાલ દિલ્હીવાળા તરફથી શ્રી કેશરિયાજી તીર્થયાત્રા-સંઘપ્રયાણ યાદગાર બનાવ હતું. આ સંઘમાં સેંકડોની સંખ્યામાં છરી પાળતો જનસમુદાય હતો !
તદુપરાંત, પ્રાચીન જિનાલને જીર્ણોદ્ધાર, ગુરુમંદિરની પ્રતિષ્ઠા, અનેક વ્રત-જપતપની આરાધનાઓ, પૂ. ગુરુદેવના “શ્રી શાસનસમ્રાટ' ગ્રંથને ઉદ્દઘાટન-સમારોહ આદિ અનેકવિધ કાર્યોથી પૂજ્યશ્રીની જીવનરેખાઓ સપ્તરંગી બનીને ઝળકી રહી હતી ! સં. ૨૦૩રના માગશર વદ ૧૪ની સાંજે પૂજ્યશ્રી શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ કર્યું, ત્યાં સુધી સતત શાસનપ્રભાવનામાં મગ્ન રહ્યા! આ વૃત્તિપ્રવૃત્તિના સુપરિણામરૂપ પૂજ્યશ્રી વિશાળ શિષ્ય–પ્રશિષ્ય પરિવાર પણ મૂકતા ગયા. પંન્યાસ શ્રી સોમવિજયજી તથા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી તેમ જ મુનિશ્રી અમરવિજયજી, અમરચંદ્રવિજયજી વાચસ્પતિવિજયજી આદિ મુનિવરે અને તેઓશ્રીના પણ શિષ્ય-પ્રશિષ્યની. ભવ્ય પરંપરા પૂજ્યવરના “વાત્સલ્યવારિધિ' બિરુદને મૂર્તિમંત કરે છે.
(સંકલનકર્તા : મુનિશ્રી વાચસ્પતિવિજ્યજી મહારાજ ).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org