________________
૩પ૦
શાસનપ્રભાવક
શ્રમણસમાધિ, સ્તૂપ આદિ પૂજ્યશ્રીના ઉપદેશથી નિર્માણ થવા પામ્યાં છે. પૂજ્યશ્રીની સૈદ્ધાંતિક બાબતે પરની નિષ્ઠા અને સત્યમાર્ગની પ્રરૂપણમાં નિર્ભીકતા તેઓશ્રીના લેખિત-સંપાદિત ગ્રંથી અને ધર્મસંગ્રહ-ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના આદિથી સ્પષ્ટ થાય છે. વિવાદથી દૂર રહેવાની વૃત્તિ હોવા છતાં પૂજ્યશ્રીએ સત્યને કયારેય આંચ આવવા દીધી નથી. તેથી જ તેઓશ્રીનો શિષ્ય પરિવાર આજે પણ સૈદ્ધાંતિક બાબતોમાં સત્યને વળગી રહેવામાં “ગુરુભક્તિ” જોઈ રહ્યો છે. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્યપ્રશિષ્યની અનુક્રમે વિગત આ પ્રમાણે છે : ૧. મુનિશ્રી રક્ષિતવિજયજી મહારાજ, ૨. આચાર્ય શ્રી વિજયવર્ધમાનસૂરિજી મહારાજ, ૩. આચાર્યશ્રી વિજયચિદાનંદસૂરિજી મહારાજ, ૪. આચાર્યશ્રી વિજયયંતશેખરસૂરિજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયરેવતસૂરિજી મહારાજ, ૬. મુનિશ્રી બાહવિજયજી મહારાજ, ૭. આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરિજી મહારાજ, ૮. મુનિશ્રી પ્રિયંકરવિજયજી મહારાજ, ૯. મુનિશ્રી દેવભદ્રવિજયજી મહારાજ, ૧૦. મુનિશ્રી તીર્થપ્રભાવિજ્યજી મહારાજ, ૧૧. મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ, ૧૨. મુનિશ્રી જયદેવવિજયજી મહારાજ, ૧૩. મુનિશ્રી મનગુપ્તવિજયજી મહારાજ, ૧૪. મુનિશ્રી લબ્ધિસેનવિજ્યજી મહારાજ, ૧૫. મુનિશ્રી નંદીઘષવિજ્યજી મહારાજ, ૧૬. મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મહારાજ, ૧૭. મુનિશ્રી હરિફેણવિજયજી મહારાજ, ૧૮. મુનિશ્રી દિવ્યાનંદવિજયજી મહારાજ, ૧૯. મુનિશ્રી મહાશાલવિજ્યજી મહારાજ, ૨૦. મુનિશ્રી ખ્યાતકીતિવિજયજી મહારાજ, ૨૧. મુનિશ્રી ભુવનદીતિવિજયજી મહારાજ, ૨૨. મુનિશ્રી ઉદયરત્નવિજ્યજી મહારાજ, ૨૩. મુનિશ્રી દેવચંદ્રવિજયજી મહારાજ આદિ
સં. ૨૦૩૨ના માગશર માસમાં પૂજ્યશ્રી ભાયખલા-મુંબઈ મુકામે સ્વર્ગવાસી થયાત્યાં સુધી રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશની ભૂમિને પાવન કરતાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંઘયાત્રાઓ આદિ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં રહ્યાં. છેલ્લે ઘાટકોપર-મુંબઈમાં દીક્ષા મહોત્સવ પછી પૂના પધારતા ગુરુબંધુ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ પામી ભાયખલા પધાર્યા. ઘણું સમયથી શરીર ક્ષીણ થતું ચાલ્યું હતું. કેટલાક અસા વ્યાધિઓ પણ પીડા કરી રહ્યા હતા. એ અસહ્ય વ્યાધિમાં સમાધિને સુસ્થિર બનાવી પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી પ૪ વર્ષની સંયમસાધનામાં અનેકવિધ શાસનપ્રભાવના કરી જિનશાસનને જયજયકાર પ્રવર્તાવી ગયા. પ્રશાંતમૂતિ, વત્સલપ્રકૃતિ, અધ્યયનવૃત્તિ, શાસનપ્રવૃત્તિમાં સતત નિમગ્ન રહેનારા એ આચાર્ય ભગવંતને કેટિ કોટિ વંદન !
तीर्यकर
देवनी
धर्म
* સી समक्ष
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org