________________
શ્રમણભગવંતો-ર
૩૫૧ અનેક ધર્મસંસ્થાઓના સ્થાપકપ્રોતસાહક, પ્રવચન-પ્રભાકર, મહાતપસ્વી
પૂ. આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ
પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ વિનય શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ શાસનના અનુપમ શણગાર સમા હતા. પૂજ્યશ્રીની જન્મભૂમિ ઉદયપુરના એક ઉપનગર સમા દેવાલી મુકામે હતી. ત્યાં મેહતા ગેત્રમાં ધર્મપ્રેમી શ્રી લક્ષ્મીલાલની શીલવતી–પુણ્યવતી ઘર્મપત્નીની રત્નકુક્ષિએ સં. ૧૯૬૩ના મહા સુદ ૧૩ને શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ ભગવતીલાલ પાડયું. કુટુંબમાં ધર્મ પ્રીતિ તે પહેલેથી જ હતી, તેમાં પૂર્વજન્મના પુણ્યને પ્રભાવે ભગવતીલાલને ધાર્મિક સંસ્કારમાં ઊંડો રસ પડતે રહ્યો. એમાં તેમણે નવ વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. સંસારની અસારતા તેમને કેરી ખાવા માંડી. સં. ૧૯૭૬માં પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ઉદયપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીનાં પાવનકારી પ્રવચનમાં ભગવતીલાલની વૈરાગ્યભાવના દઢ થઈ અને સં. ૧૯૭૭માં પૂ. મુનિશ્રી નિર્વાણમુનિ અને શ્રી ગુલાબમુનિના ચાતુર્માસ દરમિયાન થયેલા સત્સંગને પરિણામે તે ભગવતીલાલ પ્રત્રજ્યા અંગીકાર કરવા તત્પર થઈ ગયા. પરિણામ આવ્યું સં. ૧૯૭૮માં. તે સમયે પૂ. પંન્યાસ શ્રી દાનવિજયજી ગણિવર તથા મુનિવર પ્રેમવિજયજી મહારાજ અને રામવિજયજી મહારાજ કેશરિયાજી તીર્થના છરી પાલિત યાત્રા સંઘ સાથે ઉદયપુર પધાર્યા. ઉદયપુરનાં ૩૬ જિનાલયનાં દર્શન કરાવવા સાથે ગયેલા ભગવતીલાલે મુનિવર્ય શ્રી પ્રેમવિજયજી મહારાજને પિતાને છેલ્લાં ત્રણ વર્ષથી દીક્ષા લેવાની ભાવના છે એમ જણાવ્યું પરંતુ કાકા પન્નાલાલ અને પરિવાર દીક્ષા લેવા દે તેમ ન હતા. ભગવતીલાલ વારંવાર ઘર છોડીને જવા લાગ્યા અને કાકાએ વારંવાર પકડી પાડીને, પોલીસને હવાલે કરીને, પાછા ઘેર લઈ આવ્યા હતા. અંતે સં. ૧૯૮૦ના માગશર સુદ ૬ને શુભ દિવસે, માળવાના રાજોદ ગામે અનેક સંકટ વટાવીને દનિશ્ચયી ભગવતીલાલે પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના પ્રથમ શિષ્ય મુનિશ્રી ભુવનવિજયજી બન્યા. મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજે ગહનપૂર્વક વડી દીક્ષા આપી.
- દીક્ષા ગ્રહણ કર્યા પછી પૂજ્યશ્રી ગુરુસેવામાં નિમગ્ન રહેવા લાગ્યા અને ગુરુનિશ્રામાં જ્ઞાનોપાસના કરવા લાગ્યા. તેઓશ્રીએ સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાને પાસના સાથે અનેકવિધ તપ-આરાધના પણ કરી. બે વરસીતપ, વીશ સ્થાનક તપ, નવપદજીની વિધિપૂર્વક આરાધના, વર્ધમાન તપ, ૩૦ વર્ષ સુધી પાંચ વિગઈને ત્યાગ કરીને એકાસણુ, સૂરિમંત્રનાં પંચ પ્રસ્થાનની આરાધના આદિ અનેક તપ દ્વારા પૂજ્યશ્રીએ સંયમજીવનને ધન્ય બનાવ્યું. તેઓશ્રીના કેટલાક નિત્ય નિયમ પણ સમુદાયમાં અને પ્રભાવ પાથરતા હતા. ફળાહારનો ત્યાગ, હંમેશાં દસ દ્રવ્યથી વધુ નહિ, ૧પ દિવસ પહેલાં કાપ નહિ, હંમેશાં ૪૦૦ ગાથાને સ્વાધ્યાય, અને સમયે ઊભાં ઊભાં પ્રતિક્રમણ કરવાનું વ્રત આદિ અનેક સદ્ગણે પૂજ્યશ્રીના ચારિત્રજીવનની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org