________________
૩૫૨
શાસનપ્રભાવક
શેભા હતી. પૂજ્યશ્રીને સં. ૧૯૯૫ના વૈશાખ સુદ પાંચમે બોલી (કણ) મુકામે પરમ પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. તે જ વર્ષના વૈશાખ વદ ૬ને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૧૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. ગુરુદેવશ્રીના શુભ હસ્તે ઉપાધ્યાયપદે આરૂઢ થયા અને સં. ૨૦૦૫ના મહા સુદ પાંચમ–વસંતપંચમીના શુભ દિને કચ્છના શેરડી નગરમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા.
૬૬ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન પૂજ્યશ્રીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. પિતાના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ખાનદેશ, કચ્છ આદિ અનેક પ્રદેશોમાં વિચર્યા હતા. પૂજ્યશ્રી પ્રવચનકાર તરીકે એક પ્રખર વક્તા હતા. તેમનાં જ્ઞાનગર્ભિત અને વૈરાગ્યવાસિત વ્યાખ્યાને સાંભળીને અનેક ભવ્યાત્માઓએ ધર્મનું શરણ સ્વીકાર્યું હતું. અનેક દાનવીએ શાસનનાં નિર્માણકાર્યોમાં સહાયની સક્તિાઓ વહાવી હતી. અનેક પુણ્યાત્માઓએ પ્રવજ્યાને પંથે સ્વીકાર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં પ્રાયઃ પ્રતિષ્ઠા-અંજનશલાકાના ઉત્સવ ઊજવાયા હતા, ઉપધાન-ઉદ્યાના મહોત્સવ ઊજવાયા હતા. પૂજ્યશ્રી જૈન જ્ઞાનમંદિર, પાઠશાળાઓ, વર્ધમાન આયંબિલ ભવને આદિ અનેક સંસ્થાઓના નિર્માણના પ્રેરણાદાતા બન્યા હતા. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શાંતિસ્નાત્ર, સિદ્ધચક પૂજન, ચિંતામણિ પાર્શ્વનાથ પૂજન, નમિઉણપૂજન, અહંત મહાપૂજન, શ્રી નંદાવર્તપૂજન, શ્રી અહંત અભિષેક આદિ અનેક પૂજન-મહોત્સવ ઉજવાયા હતા. ઉપરાંત, પૂજ્યશ્રીએ શાશ્વતતીર્થ શ્રી શત્રુંજય મહાતીર્થની વિધિયુક્ત ત્રણ વાર નવ્વાણું યાત્રા અને ચૌવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરીને સંયમજીવનને ધન્ય બનાવ્યું હતું. વળી, શ્રુતજ્ઞાનના રક્ષણ-સંવર્ધન માટે વાસણા (અમદાવાદ)માં ત્રણ માળનું વિશાળ જ્ઞાનમંદિર નિર્માણ કરવામાં પૂજ્યશ્રીની પ્રેરણા વિશેષ રહી હતી. પૂજ્યશ્રીની જન્મભૂમિ દેવાલી (ઉદયપુર)માં તેમના પૂર્વજો દ્વારા પાંચ સૈકા પૂર્વે બંધાયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયને તેમણે જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી હતી. સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૫ના રેજ આગડ (ઉત્તર ગુજરાત) મુકામે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂ. આચાર્યશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે :- ૧. આચાર્ય શ્રી વિજ્યસુદર્શનસૂરિજી, ર. આચાર્ય શ્રી વિજય આનંદઘનસૂરિજી, ૩. મુનિશ્રી વિશ્વાનંદવિજયજી, ૪. મુનિશ્રી તત્વપ્રવિજયજી, પ. મુનિશ્રી પ્રમોદવિજયજી, ૬. મુનિશ્રી લમણુવિજયજી, ૭. મુનિશ્રી મોક્ષાકરવિજયજી, ૮. મુનિશ્રી લાભવિજયજી, ૯. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, ૧૦. મુનિશ્રી જ્યચંદ્રવિજયજી, ૧૧. મુનિશ્રી વિશ્વચંદ્રવિજ્યજી, ૧૨. મુનિશ્રી ભુવનાનંદવિજ્યજી, ૧૩. મુનિશ્રી દિવ્યચંદ્રવિજયજી, ૧૪. મુનિશ્રી રાજયશવિજયજી, ૧૫. મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી, ૧૬. મુનિશ્રી શાંતિચંદ્રવિજયજી આદિ મુખ્ય છે. એવા એ પરમ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ ભાવભીની વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org