________________
શ્રમણભગવત-૨
૨૬૧ દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચન સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ” જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાને પરિચાયક છે સં. ૨૦૧૪માં રાજનગર-વિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચને “નમસ્કારમહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિપદ, સં. ૧૯ત્રમાં પંન્યાસપદ અને સં. ૧૯૩માં આચાર્યપદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવા હતા અને ત્યારથી જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લખે લેકેના હૈયે અને હેઠે રમવા લાગ્યું હતું.
પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠે (પંચપ્રસ્થાન) સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી ત્રીજી અને ચેથી પીઠ અંધેરી-મુંબઈમાં અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સેળ આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી હતી. પરિણામે, પૂજ્યશ્રીને પ્રભાવ એટલે પ્રબળ બનેલે કે સંકલ્પ કરેલા સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ વિરલ હતું. તેઓશ્રીમાં પાંડિત્યને પ્રકાશ હો, સાધુતાની સુવાસ હતી, મુત્સદીની કુનેહ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને અંતરની આત્મીયતાનું જમ્બરે આકર્ષણ હતું. પરિણામે, તેઓશ્રી જ્યાં જ્યાં પધારતા અને પ્રવચન કરતા, ત્યાં ત્યાં આબાલવૃદ્ધ સૌ તેમના પ્રવચનમાં અખલિત વહ્યા કરતા. પૂજ્યશ્રીનાં પ્રવચનમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ, હેતુઓ અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન, વીર, હાસ્ય, કરુણ આદિથી ભરેલાં દષ્ટાંતેની સુંદર રજૂઆત રહેતી. તેથી મારી જેમ મોરલીથી સર્ષને ડાલાવે, તેમ પૂજ્ય શ્રી વિશાળ શ્રોતાવર્ગને ડોલાવી દેતા! ભારતભરમાં વિચરતા રહેવું અને લોકોને ધર્મનું ઘેલું લગાડવું એ નિર્ચન્ધધર્મનું પૂજ્ય આચાર્યશ્રી ચીવટથી પાલન કરતા. તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તામિલનાડુ જેવા વિશ હજારથી વધુ માઈલન વિહાર કર્યો હતે. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીના દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ બનતા. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસેએ જીવહિંસા ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમે થયા હતા. વળી, તેઓશ્રીના ઉપદેશથી લાખો માણસે વ્યસનમુક્ત પણ બન્યા હતા. પૂજ્યશ્રી જ્ઞાન અને કિયાના સમન્વયી ઉપાસક હતા. તેથી તેઓશ્રીનાં ઉપદેશથી અનેક સ્થળે જિનાલયની પ્રતિષ્ઠા થઈ હતી, અનેક સંઘ નીકળ્યા હતા, અનેક સ્થળે ઉપાશ્રયે, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરે અને આયંબિલ ખાતાંઓ સ્થપાયાં હતાં. અનેક સ્થળે ઉપધાન તપ, ઉજમણું અને જિનેન્દ્રભક્તિમહોત્સવ ઉલ્લાસભેર ઊજવાયા હતા. એવી જ રીતે, ધાર્મિક સાહિત્યનું પ્રકાશન પણ વિપુલ પ્રમાણમાં થયું હતું. પૂજ્યશ્રીનાં પ્રવચને પ્રભાવ અસાધારણ હતે. અસંખ્ય ભાવિકેએ અને અગણિત મહાનુભાવોએ તેમના પ્રવચનને લાભ લીધું હતું, જેમાં મૈસૂર નરેશ, ભાવનગર-નરેશ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org