SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ર૬ર જામનગરનરેશ, ઓખાનરેશ, સાંગલીનરેશ, મિરજનરેશ, દેલવાડાનરેશ, ચક્રવતી રાજગોપાલાચારી, મદ્રાસના પ્રધાન શ્રી વેંકટસ્વામી નાયડુ, ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મૈસુર રાજ્યના મુખ્યમંત્રી શ્રી હનુમંથચ્યા, ભારતના ઉદ્યોગમંત્રી શ્રી કે. સી. રેડી, મેજર જનરલ શ્રી કરીઅપ્પા, મહારાષ્ટ્રના ગર્વનર શ્રી શ્રી પ્રકાશ આદિ મુખ્ય હતા. આ ઉપરાંત, સમાજને બૌદ્ધિક વર્ગ તેઓશ્રીનાં પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થતું. પરિણામે, અનેક નગરમાં પૂજ્યશ્રીના બહુમાનના જાહેર સન્માન સમારંભે પણ જાતા રહ્યા હતા. - દક્ષિણ ભારતનાં સેંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને દક્ષિણદેશોદ્ધારક” જેવી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને વસ્તૃત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારે ન સર્જાય તે જ આશ્ચર્ય લેખાય ! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી અહિંસામાં, વ્યસનમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, કુસંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભંયણી તીર્થને, રતલામથી માંડવગઢને, હૈદ્રાબાદથી કુલ્પાકજી તીર્થને-એવા અનેક છરી પાલિત સંઘ નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ ભાવિકેએ ઉપધાનતપની આરાધના કરી હતી, દસ હજારની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં. કીતિવિજ્યજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણને ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્યશ્રીના વરદ હસ્તે ગાંધીનગર (બેંગર), શમેગા, બાગલકોટ, તુમકુર, કેલ્હાપુર, ભીવંડી, દાંતરાઈ બાવળા, રબર્સનપેઠ, ખામંડી, રાધનપુર, માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીને ભવ્ય ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાલ, જૂહ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણું પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે બન્યાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ–દાદર જેન મંદિરમાં સં. ૨૦૨૦ના ફાગણ વદ ત્ની રાત્રિએ ૩-૩૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ સુધી તે ઊભા ઊભા હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ભાવિકે ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બેલી એક ભાવિક ભકતે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાની પૂ. આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજન અને ૧૦ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતે મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતે. એવા ધર્મ ધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કેટ કેટિ વંદના! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy