________________
શ્રમણુભગવંતો-૨
૫૩૫
ઘણું જ ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા પ્રદાન કરી. હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા અને સંયમની અપ્રમત્ત સાધના-આરાધના કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ અને જ્ઞાનાર્જનમાં નિમગ્ન બની ગયા. ગુરુકૃપાએ તેમની જ્ઞાને પાસના અલ્પ સમયમાં જ ખીલવા લાગી; અને પ્રથમ ચાતુર્માસે જ ગુરુદેવે વ્યાખ્યાન વાંચવાની તાલીમ પણ આપી. પૂ. મુનિશ્રી હિંમતવિમલજી મહારાજની વિશેષ યેગ્યતા જાણી, બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા ગુરુદેવે આજ્ઞા કરી. પૂજ્યશ્રી આમ એક પછી એક સ્વતંત્ર ચાતુર્માસ કરતા રહ્યા અને દર વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ પ્રાયઃ ૮ વર્ષ ઉપરાંત ચાલે. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. પૂ. દાદાગુરુ શ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીની સાથે પણ બે ચાતુર્માસ કરી સેવા, અધ્યયન અને તીર્થભક્તિને સુંદર લાભ લીધે.
ગુજરાતમાં કેટલાંક વર્ષો વિચરી વિવિધ ધર્મારાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી પૂજ્યશ્રી માળવા, રાજસ્થાન અને દક્ષિણ ભારતના પ્રાંતમાં વિહરતા રહ્યા, ત્યાં પણ અભૂતપૂર્વ અને ચિરસ્મરણીય એવી શાસનપ્રભાવના પ્રગટાવી. તેમાં ૧૨ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરી, ત્યાં જીર્ણ મંદિરના ઉદ્ધાર, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા આદિની સ્થાપના કરીને મહાન ઉપકારો કર્યા. પૂજ્યશ્રી પોતે પણ અનેક તપસ્યા કરતા રહી સંયમજીવનને તપથી તેજસ્વી બનાવતા રહ્યા. ત્યાર બાદ, ગુજરાત પધારતાં, સં. ૧૯૭૮ ના અમદાવાદ-શામળાની પિળમાં મુમુક્ષુ ડાહ્યાભાઈને વાડાસિનેર મુકામે દીક્ષા આપી મુનિશ્રી હંસવિજયજી નામ આપી પિતાના પટ્ટશિષ્ય કર્યા. સં. ૧૯૭૯માં મહા વદ ૧૧ને દિવસે, પૂ. શ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય આચાર્યશ્રી જયસૂરિજી મહારાજના વરદ હસ્તે મુંબઈ-ગેડીજી ઉપાશ્રયમાં, અનેક શ્રીસંઘે અને જેન અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, પૂ. પં. શ્રી હિંમતવિમલજી ગણિવર્યના વધતા જતા પ્રભાવથી અનેક ભાવિકે ત્યાગ-વૈરાગ્યને પામી સંયમના માર્ગે વળ્યા, તે અનેક ધર્મ-આરાધના, તપસ્યાના માર્ગે વળ્યા. આમ, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસંપન્ન થતાં રહ્યાં. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ ૧૦ ના પૂજ્ય પંન્યાસશ્રી ૮૫ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૧૦૮ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે, અમદાવાદ–દેવશીના પડામાં સ્થિત વિમલગચ્છના ઉપાશ્રયે, નવકાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આવા ત્યાગી, તપસ્વી, ઉગ્ર વિહારી અને સુદીર્ઘ સંયમજીવન દરમિયાન અનેક સ્થળે અનેકવિધ ધર્મકાર્યોથી શાસનને જયજયકાર પ્રવર્તાવનારા પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્યશ્રીનાં ચરણમાં કેટિ કોટિ વંદના !
. (સંકલન : પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org