________________
શ્રમણભગવત-૨
પ હતા. શ્રી વાદિદેવસૂરિના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિની તપશ્ચર્યાથી પ્રભાવિત નાગરના રાણાએ તેમને “તપ” (તપસ્વી) બિરુદ આપ્યું. આમ, શ્રી પદ્મપ્રભસૂરિએ નાગરી તપાગચ્છના આદ્યપુરુષ છે. એમની શિષ્ય પરંપરા “બૃહત્તપ” ગચ્છના નામે પ્રસિદ્ધ થયા પછી, જ્યારે સં. ૧૨૮૫માં આ. શ્રી જગશ્ચંદ્રસૂરિને પણ “તપ” બિરુદ મળ્યું ત્યારે એ તપાગચ્છથી પૃથક્ દર્શાવવા માટે “બૃહત્તાની સાથે “નારી-નાગપુરીય’ શબ્દ જોડવામાં આવ્યું હશે એવું અનુમાન થઈ શકે છે. સં. ૧૧૭૭માં સ્થપાયેલા આ નાગપુરીય બૃહત તપાગચ્છ વિક્રમની ૧૯મી સદી પછી પાર્ધચન્દ્રગચ્છ રૂપે પુનઃ પ્રસ્થાપિત થયે, ત્યાર પછી પણ તેની એક શાખા ‘નાગપુરીય તપાગચ્છ” એ નામે છેડા સમય સુધી ચાલતી રહી હતી.
સંક્ષિપ્ત પટ્ટાવલી : ૪૪મી પાટ સુધી ફક્ત નામાવલી અને ત્યાર પછી સંક્ષિપ્ત નોંધ સાથે નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી અહીં આપીએ છીએ. શ્રી સાગરચંદ્રસૂરિ દ્વારા સંકલિત “શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છની પટ્ટાવલી ના આધારે આ પટ્ટાવલી સંક્ષિપ્ત કરીને
જૂ કરી છે.
૧. શાસનપતિ શ્રી મહાવીરસ્વામી, ૨. શ્રી સુધર્માસ્વામી, ૩. શ્રી જબૂસ્વામી, ૪. શ્રી પ્રભવસ્વામી, પૂ. શ્રી શય્યભવસૂરિ, ૬. શ્રી યશોભદ્રસૂરિ, ૭. શ્રી સંભૂતિવિજ્યસૂરિ, ૮. શ્રી ભદ્રબાહસ્વામી, ૯. શ્રી સ્થૂલિભદ્રસ્વામી, ૧૦. શ્રી આર્ય મહાગિરિસૂરિ, ૧૧. શ્રી આર્ય સુહસ્તિસૂરિ, ૧૨. શ્રી સુસ્થિતસૂરિ તથા શ્રી સુપ્રતિબદ્ધસૂરિ ( અહી થી કટિકગણ શરૂ થયે.) ૧૩. શ્રી ઇન્દ્રન્નિસૂરિ તથા શ્રી દિન્નસૂરિ, ૧૪. શ્રી સિંહગિરિસૂરિ, ૧૫. શ્રી વાસ્વામી (અહીંથી “વઈરી શાખા” શરૂ થઈ.) ૧૬. શ્રી વાસેનસૂરિ, ૧૭. શ્રી ચંદ્રસૂરિ (એમના નામથી “ચાંદ્રકુળ” પ્રસિદ્ધ થયે.) ૧૮. શ્રી સામતભદ્રસૂરિ (અહીંથી વનવાસીગચ્છને પ્રારંભ થશે.) ૧૯. શ્રી વૃદ્ધદેવસૂરિ, ૨૦. શ્રી પ્રદ્યોતનસૂરિ, ૨૧. શ્રી માનદેવસૂરિ, ૨૨. શ્રી માનતુંગસૂરિ, ૨૩. શ્રી વરસૂરિ, ૨૪. શ્રી જયદેવસૂરિ, ૨૫. શ્રી દેવાનંદસૂરિ, ૨૬. શ્રી વિકમસૂરિ, ૨૭. શ્રી નરસિંહસૂરિ, ૨૮. શ્રી સમુદ્રસૂરિ, ૨૯. શ્રી માનદેવસૂરિ (બીજા), ૩૦. શ્રી વિબુધપ્રભસૂરિ, ૩૧. શ્રી જ્યાનંદસૂરિ, ૩૨. શ્રી રવિપ્રભસૂરિ, ૩૩. શ્રી યશોદેવસૂરિ, ૩૪. શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૩૫. શ્રી માનદેવસૂરિ (ત્રીજા), ૩૬. શ્રી વિમલચંદ્રસૂરિ, ૩૭. શ્રી ઉદ્યોતનસૂરિ (વડ નીચે આઠ શિષ્યને આચાર્યપદ આપતાં તેમને પરિવાર “વડગ૭” નામે પ્રસિદ્ધ થયે. આ ગચ્છને
બૃહદ્ ગચ્છ' પણ કહે છે). ૩૮. શ્રી સર્વદેવસૂરિ, ૩૯ શ્રી શ્રીરૂપદેવસૂરિ, ૪૦. શ્રી સર્વદેવસૂરિ (બીજા), ૪૧. શ્રી યશોભદ્રસૂરિ, ૪૨. શ્રી નેમિચંદ્રસૂરિ અને ૪૩. શ્રી મુનિચંદ્રસૂરિ. ૪૪ શ્રી વાદિદેવસૂરિ. (શાસનપ્રભાવક શ્રમણભગવંતોમાં આ સૂરિવરનું નામ શુક્રતારક સમુ દીપ્તિમાન છે.
સકલવાદિમુકુટ’ આ પ્રકાંડ પંડિત દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્રના વિજેતા તરીકે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમના ૨૪ શિષ્ય આચાર્યો થયા હતા. તેમના પ્રથમ પટ્ટધર શ્રી પદ્મપ્રભસૂરિ નાગરી તપાગચછના આદ્ય પુરુષ છે.) ૪૫. શ્રી પદ્મપ્રભસૂરિ. (સં. ૧૧૭૭માં રાજા આહણદેવે એમને
તપ” બિરુદ આપ્યું. તેમની પરંપરા નાગોરી તપાગચ્છના નામે ઓળખાઈ.) ૪૬ શ્રી પ્રસન્નચંદ્રસૂરિ (તેમના સમયમાં બાર વર્ષને દુષ્કાળ પડ્યો અને ફરી શિથિલાચારની શરૂઆત થઈ) ૪૭. શ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org