________________
૫૮૦
શાસનપ્રભાવક
ગુણસમુદ્રસૂરિ, ૪૮. શ્રી જયશેખરસૂરિ. એમણે ક્રિોદ્ધાર કર્યો. બાર ગેત્રને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. નાની ઉંમરમાં જ એમને ચૌહાણ રાયહમીર તરફથી “કવિરાજ ” બિરુદ મળેલું. સં. ૧૩૦૧ માં આચાર્યપદ, ૪૯ શ્રી વજાસેનસૂરિ (બીજા) આચાર્યપદ સં. ૧૩૫૪. “લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”, “ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ રચ્યા છે. સારંગદેવ, રાણ સહક, બાદશાહ અલાઉદ્દીન વગેરેને ધર્મબંધ આપનાર આચાર્યશ્રીને “દેશના જળધર” એવું બિરુદ મળેલું. ૫૦. શ્રી હેમતિલકસૂરિ. ૫૧. શ્રી રત્નશેખરસૂરિ પ્રસિદ્ધ “સિરિસિરિવાલ કહાના રચયિતા તરીકે આ સૂરિવર જૈનજગતમાં સુવિખ્યાત છે. “સંબોધસિત્તરિ”, “ગુણસ્થાનકમારોહ” વગેરે અતિ ઉપયોગી ગ્રંથરચના એમણે કરી છે. આચાર્યપદ-સં. ૧૪૦૦. પ૨. શ્રી હેમચંદ્રસૂરિ ૫૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ આચાર્યપદ – સં. ૧૪૨૪. ૫. શ્રી હેમહંસસૂરિ. કહેવાય છે કે આ આચાર્યશ્રીએ ૫૦૦૦ જિનાલયેની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય પદ – સં. ૧૪૫૩. એમના જીવનકાળ પછી પુનઃ શિથિલાચારને પ્રારંભ થયો. ૫૫. શ્રી લક્ષ્મીનિવાસસૂરિ. એમની શિષ્ય પરંપરામાં શ્રી પાર્ધચંદ્રસૂરિ થયા.
શ્રી હેમહંસસૂરિના બીજા શિષ્ય શ્રી હેમસમુદ્રસૂરિ હતા, જેમની પરંપરા નાગરી બૃહતપાગચ્છની એક શાખારૂપે ઘણા સમય સુધી ચાલતી રહી. આ શાખાની પટ્ટાવલી નીચે મુજબ છે : હેમસમુદ્રસૂરિ– હેમરત્નસૂરિ-મરત્નસૂરિરાજરત્નસૂરિ-ચંદ્રકીર્તિસૂરિ-હર્ષ કીર્તિસૂરિ. હર્ષ કીર્તિસૂરિએ સારસ્વત વ્યાકરણની ટીકા, ગચિંતામણિ, સપ્તસ્મરણ ટીકા આદિ ગ્રંથ રચ્યા છે. પ૬. શ્રી પુણ્યરત્ન પંન્યાસ, પ૭. શ્રી સાધુરત્ન પંન્યાસ, ૫૮. શ્રી પાર્ધચંદ્રસૂરિ. જન્મસં. ૧૫૩૭, હમીરપુર. દીક્ષા-સં. ૧૫૪૬. ક્રિાદ્ધાર-સં. ૧૫૬૫, આચાર્યપદ એ જ વર્ષે યુગપ્રધાનપદ-સં. ૧૫૯. સ્વર્ગવાસ-સં.૧૬૧૨, જોધપુર. સાધુ સંસ્થામાં પ્રવર્તી રહેલ શિથિલાચારના ઉમૂલન માટે ઉગ્ર આંદોલન કરનારા આ આચાર્યશ્રી અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. બાવીસ ગેત્રને જૈનધર્મના અનુયાયી કર્યા હતાં. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં રચેલા શતાધિક ગ્રંથે એમની વિદ્વત્તાની શાખ પૂરે છે. એમના સમય પછી “નાગરી તપગચ્છને જનતાએ પાર્ધચંદ્રગચ્છ”ના નામે સંબેધવા માંડ્યો. પ૯. શ્રી સમચંદ્રસૂરિ. આચાર્ય પદ–સં. ૧૬૦૪. ૬૦. શ્રી રાજચંદ્રસૂરિ. આચાર્ય પદ–સં. ૧૬૨૬. ૬૧. શ્રી વિમલચંદ્રસૂરિ. આચાર્યપદ–સં. ૧૬૬૯. એમના શિષ્ય શ્રી પંજાબષિ અદ્ભુત તપસ્વી હતા. એમણે પિતાના જીવનમાં કુલ ૧૧૩૨૧ ઉપવાસ કર્યા હતા એ ઉલ્લેખ છે. એમની પ્રશંસારૂપે ખરતરગચ્છીય શ્રી સમયસુંદર ગણિએ
પૂજાઋષિ સ” રચે છે. ૬૨. શ્રી જયચંદ્રસૂરિ. આચાર્ય પદ-સં. ૧૯૭૪. શ્રી પદ્મચંદ્રસૂરિ– આચાર્યપદ.-સં. ૧૬૯૯ ૬૪. શ્રી નેમિચંદ્રસૂરિ (બીજા), આચાર્યપદ-સં. ૧૭૫૦. દ૬. શ્રી કનકચંદ્રસૂરિ આચાર્ય પદ-સં. ૧૭૯૬. ૬૭. શ્રી શિવચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૧૦. ૬૮. શ્રી ભાનુચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૨૩. ૬૯. શ્રી વિવેકચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૩૭. ૭૦. શ્રી લબ્ધિચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૫૪. ૭૧. શ્રી હર્ષચંદ્રસૂરિ, આચાર્યપદ-સં. ૧૮૮૩. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને કવિ હતા. પ્રસિદ્ધ અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી મહારાજના પરમ મિત્ર આ સૂરિજી બંગાળના પ્રસિદ્ધ જગતશેઠના પરિવારના ગુરુ હતા. ૭૨. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા),
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org