________________
શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ
એતિહાસિક ભૂમિકા આલેખક : પૂજ્ય મુનિ ભુવનચંદ્રજી મહારાજ
મહાન ક્રિાદ્ધારક, શુદ્ધિના પ્રખર પુરસ્કર્તા યુગપ્રધાન શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની પાટપરંપરા આજે પાર્ધચંદ્રગચ્છના નામે ઓળખાય છે અને વર્તમાન શ્રમણ સંઘમાં સહુથી નાના ગચ્છનું સ્થાન શોભાવે છે. અન્ય સર્વ ગની જેમ એણે એકથી વધુ વાર નામાંતર ધારણ કર્યા છે. એનું પ્રાચીન નામ વડગચ્છ, પછી વડ તપગચ્છ, પછી નાગરી તપાગચ્છ, અને શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીના સમય બાદ જનતાએ એને પાર્થ દ્રગચ્છ નામ આપ્યું. પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલીમાં શ્રમણ ભગવાનથી પાટસંખ્યા ગણવામાં આવી છે. વર્તમાન ચાર ગચ્છની પટ્ટાવલીમાં આવનારું છેલ્લું સમાન નામ (નજીવા ફેરફાર સાથે) શ્રી વિમલચંદ્રસૂરિનું છે અને તે આ ગચ્છની પટ્ટાવલીમાં ૩૬મા ક્રમાંકે આવે છે. પાર્ધચંદ્રગચ્છની પટ્ટાવલી અનુસાર બારમી પાટે આવતા શ્રી સુસ્થિતસૂરિ સુધી શ્રમણે “નિગ્રંથ ' નામથી ઓળખાતા. શ્રી સુસ્થિતસૂરિએ સૂરિમંત્રને એક કોડ વાર જાપ કરેલો તેથી તેમને “કેટિક” બિરુદ મળ્યું. તેમને પરિવાર કોટિકગચ્છ કહેવાય. આગળ પંદરમા પટ્ટધર શ્રી વાસ્વામીથી વજી શાખા શરૂ થઈ અને તેમના શિષ્ય ચંદ્રસૂરિથી ચાંદ્રકુળને પ્રારંભ થયો. અઢારમા પટ્ટધર શ્રી સામંતભદ્રસૂરિ વનમાં વિશેષ રહેતા, તેથી વનવાસી કહેવાયા, તેથી તેમના પરિવારને વનવાસીગચ્છ નામ મળ્યું. અહીં સ્મરણમાં રહે કે આ સમયે અન્ય કેટલાંયે કુળ, ગણ કે શાખાઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં, જે કાળક્રમે ક્ષીણ થઈ ગયાં. ૩૭મા પટ્ટધર શ્રી ઉદ્યોતનસૂરિ મહાન વિદ્વાન, તિષનિષ્ણાત અને સમર્થ હતા. સં. ૯૯૪માં આબુ ઉપર વિશાળ વટવૃક્ષ નીચે પિતાના ૮ શિષ્યને તેમણે આચાર્યપદ આપ્યું. એ આચાર્યોને શિષ્ય સમુદાય વડગચ્છ” અથવા “બૃહદ્ગ” રૂપે પ્રસિદ્ધ થયે.
ઇતિહાસપ્રસિદ્ધ, મહાન ગ્રંથકાર, મહાન તાર્કિક અને વાદવિજેતા શ્રી વાદિદેવસૂરિ પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલીમાં ૪૪મા સ્થાને આવે છે. પ્રમાણનયતવાલેક અને તેના સ્યાદ્વાદ રત્નાકર નામક મહાકાય ટીકાના રચયિતા તથા દિગંબર વિદ્વાન શ્રી કુમુદચંદ્રને સિદ્ધરાજ જયસિંહની સભામાં વાદમાં પરાજિત કરનાર આ આચાર્યશ્રી વિજગતમાં સુપ્રસિદ્ધ છે. તેમણે ૨૪ શિષ્યને આચાર્યપદ આપ્યું હતું. તેઓશ્રીની શિષ્ય પરંપરા બૃહદ્ ગચ્છ, ભિન્નમાલ વડગચ્છ, મડાહડગ૭, જીરાપલ્લી વડગચ્છ, નાગોરી તપાગચ્છ વગેરે કેટલીયે શાખાઓમાં ફેલાઈ નાગરના મહારાજા આહણદેવ શ્રી વાદિદેવસૂરિ પ્રત્યે અતિ મહુમાન ધરાવતા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org