________________
૭૧૨
શાસનપ્રભાવક
આજે પણ ભાવથી યાદ કરે છે. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શુભાદેશથી પૂ. આ. શ્રી ગુણદયસાગરસૂરિજીની સેવા-સહાયાર્થે કચ્છ પ્રદેશમાં રહી અંજનશલાકા પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, ઓચ્છર્વાપૂજનમાં બુલંદ કંઠે લલકારેલા લેકે અને મંત્ર દ્વારા વાતાવરણ જમાવી લોકચાહના મેળવી છે. તેઓશ્રી સૌમ્ય સુંદર પ્રવચનકાર છે. સકલ સંઘની ઉન્નતિ કાજે કમર કસી છે. નિખાલસતા, સૌજન્યતા, પરેપકારિતા આદિ એમના આગવા ગુણો છે. અજાતશત્રુ આ મુનિવરને જાહેર પૂજનમાં કે વ્યાખ્યામાં બુલંદ અવાજે સામૂહિક પૂજા-ભક્તિ કરાવતાં નિહાળવા એ લ્હાવે છે. તેઓશ્રી શરીરથી રિક્ત છે તેમ પરિગ્રહથી રિક્ત છે. છેલ્લે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કૃપાદષ્ટિ પામી, ગણિપદ પ્રાપ્ત કરી, શાસનધતક કાર્યોમાં નિમગ્ન એવા પૂજ્યશ્રીને અગણિત ભાવભીની વંદના !
1
2
પૂ. મુનિરાજશ્રી વીરભદ્રસાગરજી મહારાજ
સાધનાના સાગરમાં ડૂબવું એ જેમને સ્વભાવ છે, નિઃસંગી છતાં સત્સંગમાં રહેવું એ જેમની ટેવ છે, સમર્થ યોગી બની જગતની શિવકામના કરવી એ જેમની ઝંખના છે એવા મુનિશ્રી વીરભદ્રસાગરજીએ સંસારીપણામાં વિરચંદ્ર નામધારી બાળકે નવ વર્ષની વયે વીરની વાટે જવા કદમ ઉઠાવ્યાં ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં હતાં. ભૂગર્ભમાં ભંડારાયેલા ગચ્છના ઈતિહાસનાં અંધારા ઉલેચીએ તે ઘણાં વર્ષો બાદ આ બાળક સાધુજીવનની મંજિલ તરફ હરણફાળ ભરી રહ્યો હતે. સંઘને આશ્ચર્ય સાથે આનંદ હતે. વરસીદાનના વરડા વખતે તાવથી ધગધગતાં શરીરે વિરચંદ્ર બબ્બે હાથ પહોળા કરી ઉલ્લાસભેર વરસીદાન આપ્યું હતું. દીક્ષા ગ્રહણ કરીને અધ્યયનમાં નિમગ્ન રહ્યા. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદ, ચરિત્ર આદિનું અધ્યયન કર્યું. ગુજરાત સંસ્કૃત વિદ્વદ્ પરિષદના માધ્યમે સંસ્કૃત સાહિત્યરન, કેવિદ તથા સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીની પરીક્ષાઓ આપી. એમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા. પૂ. દાદાગુરુદેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની વારંવારની ટકરને કેર બની સ્વીકારી લેતા અને મેળવા મૂકીને કલાકોના કલાકો સુધી અધ્યયન કરતાં આ મુનિપુંગવ કદી કંટાળે નહીં. એક લાખ કલેક વાચન કરવા ઉપરાંત, સંસ્કૃત કાવ્ય-ગુર્જરકાવ્ય રચના કરવાની શક્તિ પણ હસ્તગત કરી છે, જેની સાક્ષી પૂજ્યશ્રીએ રચેલ “શ્રમણ દ્વાત્રિશિકા” તેમ જ કેટલાંક ગુર્વાષ્ટકે પૂરે છે. તત્ત્વજ્ઞાન અને ચિંતનાત્મક મૌલિક સાહિત્ય વાંચવાને બહોળો રસ છે. તિષમાં પણ ઊંડી દિલચસ્પી ધરાવે છે.
પૂજ્યશ્રી સતત સાધનાની ઝંખના દ્વારા પ્રવચન-લેખન-ઉભયક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. પૂજ્યશ્રી તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણદયસાગરજી મહારાજના શિષ્ય અને પૂ. મુનિશ્રી કવીન્દ્રસાગરજી મહારાજના વડીલ બંધુ છે. તેઓશ્રીને પૂજ્ય ભ્રાતા સાથે તા. ૭-૩-૧૯૯૧ને દિવસે ગણિપદપ્રદાન થયું. જ્ઞાન-ધ્યાન-સાધના દ્વારા પૂજ્યશ્રી અને કેને શાસનભક્તિ પ્રત્યે પ્રેરતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના
–%—
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org