________________
૨૦૬
શાસનપ્રભાવક
સં. ૨૦૪૨ના અષાઢ સુદ ૧૧ના દિવસે લેહીની ઊલટી થતાં, પૂજ્યશ્રીની બિલકુલ ઈચ્છાવિરુદ્ધ, ભક્તજનોના ભાવથી ડોકટરેએ ઉપચાર ચાલુ કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના સ્વતઃ જાપ કરતા, ભક્તજનની નવકારમંત્રની ધૂનના ઇવનિમાં એ અમર આત્મા છેવાઈ ગયે, જેને ગુંજારવ આજે પણ ભક્તવર્ગના કર્ણપટલથી સરકી શક્યો નથી. એ મહાપુરુષને જન્મ હતે જિનભક્તિ માટે, જીવન હતું જીવમૈત્રી માટે અને મૃત્યુ હતું જડવિરક્તિ માટે. આ પરીક્ષામાં પાસ થવું તે જ છે સમાધિ, જેને પૂજ્યશ્રીએ સાધી મૃત્યુને મહોત્સવ બનાવ્યો ! ખરે જ, મહાપુરુષના ગુણ ગાવા માટે સાક્ષાત્ સરસ્વતી માતા હજાર રૂપ ધારણ કરે, તે પણ વર્ણવી શકવા સમર્થ નથી. કારણ કે: What do you say, when words are not enough
सब धरती कागज करूं, लेखिनी करु वनराई ।
सात समुंदरकी शाही करूं', गुरुगुण लिखा न जाई ॥ સંયમજીવનના સુકાની ગુરુદેવને આંસુભર્યા અભિષેક એ જ ગુરુભક્તિની ભાવના છે. પૂ. ગુરુદેવના અખલિત વરસતાં આશિષ સંયમજીવનનું સાચું બળ અને સંયમશુદ્ધિને આધાર છે. એવા ગુણગરવા ગુરુદેવના વારસાને અખંડ દીપાવ એ જ શિષ્ય પ્રશિષ્ય-પરિવારની નિષ્ઠા છે. એવા ગુણવૈભવી ગુરુદેવના ચરણે કેટ કેટિ વંદના !
ગુજસ્તુતિ
શ્વાસે શ્વાસે સિદ્ધાચલનું ધ્યાન સદા ધરનાર,
કલિકાલના નિર્મોહી ગુરુ ખાખી” નામે પંકાયા પ્રવચનમાતા કેરી ગોદે નિશદિન જે રમનારા,
મંગલમય મંગલ કરનારા, મંગલપ્રભસૂરિ ગુરુરાયા; ભાવભીનાં અંતરથી નમીએ, મંગલપ્રભસૂરિ ગુરુરાયા,
ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ! (પૂ. સાધ્વીશ્રી વસંતશ્રીજી મ. સા.ના શિષ્ય પૂ. સાધ્વી શ્રી પ્રજ્ઞપ્તાશ્રીજી મ૦ સા.ની પ્રેરણાથી શાહ દેવચંદ દુર્લભદાસ ઘીવાળાનાં ધર્મપત્ની ચંદનબહેન- ભાવનગરના સૌજન્યથી.)
TER
જી
R
T
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org