________________
શ્રમણભગવંતો-૨
૧૧ નિઃસ્પૃહી નિર્મોહી; સૌમ્ય-શાંત મૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ
વર્તમાનમાં જે હીરા-ઉદ્યોગથી ખ્યાત બન્યું છે એવા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આજથી સદી પહેલાં સં. ૧૯૯૦માં, શાસનના હીરલા પૂ. આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજને જન્મ થયે હતે. પૂર્વના પુષ્પગે સંસ્કાવાસિત ગૃહે જન્મ પામતાં સહજ અને સરળપણે ધર્મસંસ્કાર પ્રાપ્ત થયા અને એ ધર્મસંસ્કાર સિંચન અને વર્ધન પામતાં એમની રૂચિ અને પ્રવૃત્તિ પણ વધુ ને વધુ ધર્મ તરફ વળવા લાગી. કુમારવય અને યુવાનવયે સૌ કઈ યુવકે માજશેખ માણતા હોય છે, ત્યારે તેમને આ મોજશેખ પ્રત્યે હંમેશાં અણગમો-અભાવે રહે. વયની સાથે ધર્મજ્ઞાન, સત્સંગ અને તપશ્ચર્યામાં પણ વૃદ્ધિ થવા લાગી. ધર્મ પ્રત્યેની રૂચિ દિવસે દિવસે ગાઢ બનતાં મન સંસારમાંથી વળીને વૈરાગ્યને માર્ગ
સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, એકવીસ વર્ષની ભરયુવાન વયે, પૂ. આચાર્યશ્રી વિજ્યકતૂરસૂરીશ્વરજી મહારાજ આદિની પ્રેરણા પામીને સંયમ સ્વીકારવાની ભાવનાને સાકાર બનાવી. સં. ૨૦૧૧ના માગશર વદ ૬ના પાવન દિને, નવસારીમાં જ પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રબોધચંદ્રવિજયજી બન્યા.
નામ એવા ગુણ” પ્રમાણે મુનિશ્રી પ્રબોધચંદ્રજી મહારાજ પણ દાદાગુરુની જ્ઞાનધારા અને ગુરુદેવની તપધારથી પ્રબોધિત બની, સંયમની સાધના સાથે જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય–વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિને પણ ઉત્કૃષ્ટ લાભ અખંડ ગુરુકુલવાસ સેવી પ્રાપ્ત કર્યો. તલસ્પશી શાસ્ત્રાભ્યાસ, સરળ અને સચોટ વ્યાખ્યાનશૈલી અને કલ્યાણકારી શાસનપ્રભાવનાને લીધે પૂજ્યશ્રીનું સંયમી જીવન વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બની ગયું. પૂ. ગુરુદેવશ્રીએ તેઓશ્રીની યોગ્યતા જાણ ક્રમે ક્રમે ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ અને છેલ્લે આચાર્યપદથી અલંકૃત બનાવી પૂજ્યશ્રીની સંયમયાત્રાને અધિક શોભાયમાન બનાવી.
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજનું સંયમી જીવન જ્ઞાન, તપ તેમ જ પદની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ છતાં ઘણું સરળ છે. નામનાની કામના અને કીતિની આકાંક્ષા નહીં એવું પૂજ્યશ્રીનું નિઃસ્પૃહી, નિર્મોહી અને સાધુતાથી શોભતું તેઓશ્રીનું જીવન છે. વળી, સ્વના કલ્યાણ સાથે, પરના આસપાસનાં સૌનાં જીવનને ધર્મભાવનાની સુવાસથી સુવાસિત બનાવી દેવું એ તેઓશ્રીના જીવનને ક્રમ છે. આવી સચ્ચિદાનંદમય સાધુતાને શતશઃ વંદના હો !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org