________________
૧૨૦
- શાસનપ્રભાવક - સમર્થ શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પાંડિત્યથી પ્રકાશતી વ્યક્તિ કે વાર વાદ-વિવાદના કાદવમાં ખૂંપી જવા સંભવ છે, પણ નરી સરળતાની પૂજક સાધુતા હંમેશાં સાહજિકતા અને પ્રફુલ્લિતાન અને અનુભવ કરાવે છે. પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ દર્શને જ આવે અને અનુભવ થાય છે. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧ને દિવસે મહિમાવંત મહાતીર્થ શ્રી શંખેશ્વરતીર્થની પાવન ભૂમિ પર થયો હતે. પિતા વાડીલાલ લાડકચંદ શાહ અને માતા સમરથબહેન ધર્મપ્રેમી દંપતી હતું. બાળકમાં શિક્ષણ સાથે ધર્મના સંસ્કારોનું સિંચન થાય તેની કાળજી રાખતાં હતાં. બાળક બંસીલાલ પણ પૂર્વભાવના સંસ્કારોને બળે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા હતા. અમદાવાદ-પતાસા પિળની શ્રી વીરવિજ્યજી પાઠશાળામાં નિયમિત જતા. આઠનવ વર્ષની ઉંમરે બે પ્રતિક્રમણનાં સૂત્રોને અભ્યાસ કરી લીધું હતું. શીલ અને સમતાના ધારક સાધુઓને જોઈને બંસીભાઈ અને આનંદ અનુભવતા. આગળ જતાં, સંયમમાગે પ્રયાણ કરવાની ભાવના સેવવા લાગ્યા. નાની વયે બે અઠ્ઠાઈ કરી. પણ વીસમું વર્ષ બંસીભાઈના જીવનનું યાદગાર વર્ષ બની ગયું. એ વર્ષે તેમણે સેળ ઉપવાસની તપશ્ચર્યા કરી. એ સમયે, સં. ૨૦૦૯માં મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ અમદાવાદપાંજરાપોળમાં ચાતુર્માસ સ્થિત હતા. પૂજ્યશ્રીનાં વૈરાગ્યવાસિત વ્યાખ્યાનેએ બંસીભાઈની જીવનદિશા સુનિશ્ચિત કરી આપી. તેમણે પૂ. મુનિવર્યશ્રી પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ને શુભ દિવસે સિહી થઈને જાવલ ગયા. અહીં કારતક વદ ૬ને દિને ભવ્ય દીક્ષા મહોત્સવ થયે. માગશર સુદ પાંચમે વડી દીક્ષા થઈ. બંસીભાઈ મુનિશ્રી ચંદ્રવિજયજી બન્યા.
દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી તપ–સ્વાધ્યાય–ગુરુસેવામાં મગ્ન રહેવા લાગ્યા. અમદાવાદ, સુરત, ભાવનગર, પાલીતાણા, ખંભાત, વલસાડ, વડોદરા આદિ અનેક સ્થળોએ ચાતુર્માસ સ્થિત રહી ઉપધાન તપ, પ્રતિષ્ઠા-અંજનશલાકા, છ'રી પાલિત સંઘ, જિનાલયે-ઉપાશ્રયેનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, દીક્ષાઓ, પદવી પ્રદાન આદિના અનેક મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં સંપન્ન થતા રહ્યા. પૂજ્યશ્રીના આ શાસનપ્રભાવનાનાં ઉત્તમ કાર્યોના પરિપાક રૂપે, સં. ૨૦૩૦ના કારતક વદ ૬ને દિવસે, ભગવતીસૂત્રના ગોદ્રહનપૂર્વક ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૩ના ફાગણ સુદ બીજને દિવસે સોજીત્રા મુકામે પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૩૫ના અષાઢ સુદ ૧૦ને ગુરુવારે મુંબઈ-લાલબાગ ખાતે આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા) આદિ અનેક આચાર્યદેવ ઉપસ્થિત રહ્યા હતા. આમ, સં. ૨૦૧૦થી આરંભાયેલા તપ અને સાધનાથી શોભતા, સંયમજીવનને શણગારતા, આજ સુધીના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીના હસ્તે અનેકવિધ ધર્મકાર્યો થયાં છે અને હજી પણ થતાં રહેશે. એ માટે પૂજ્યશ્રી સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુષ્ય પામે એવી શાસનદેવને અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને કોટિ કેટિ વંદન!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org