________________
શ્રમણભગવતા–ર
૬૩૫
ઉંમરે
ભર્યા સુખી સંસાર, વિપુલ ધનસંપત્તિ તથા સુખસાહ્યબી છોડી સ. ૨૦૩૩ના ચૈત્ર સુદ ૧૩ના દિવસે ધર્મ પત્ની માનબાઈ સાથે આ અસાર સંસારના ત્યાગ કરી, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સયમ સ્વીકારી, પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી નંદ્દીશ્વરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી હિતેશ્વરવિજયજી તરીકે ઘાષિત થયા અને ધર્મ પત્ની માનખાઈ સાધ્વીશ્રી રાયણાશ્રીજી મહારાજનાં શિષ્યા બની સાધ્વીશ્રી મુક્તિરત્નશ્રીજી નામે જાહેર થયાં.
?
શ્રી કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિમાં, તપાગચ્છમાં સહપત્ની દ્વીક્ષા લેનાર આ બીજા દ’પતી હતાં. તેઓએ સાધુપણામાં કચારેય કુટુંબ પ્રત્યે માયા નહેાતી રાખી. કુટુંબજીવન ધમય બનાવશે. ધર્મ'નુ' આચરણ રાખશેા, એમ વરસમાં એકાદ-બે વાર પત્ર લખી ધર્મલાભ આપી પ્રેરણા કરતા. દીક્ષાપર્યાયના ૧૦ વરસના ગાળામાં તેઓએ ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન કર્યુ હતુ. દીક્ષા લીધી ત્યારથી જ નિત્ય એકાસણાં તથા ૪૦-૫૦ ઠાણાંની દરેક રીતે વિનયપૂર્ણાંક વૈયાવચ્ચ કરવી એ એમના નિત્યક્રમ રહ્યો. જીવનમાં કદી પણ કોઈ ને શત્રુ નહોતા માન્યા. તેથી તે 4 અજાતશત્રુ 'ના બિરુદને વર્યાં હતા. હજારો પાનાં શાસ્ત્રીય લેખનનું કાર્ય તેમના શિરે રહેતુ અને ખૂબ જ ખંતથી તે કાય કરતા. • દિવ્યદર્શન ’સામયિક આદિનાં લખાણા તથા ખીજા મુનિએ આદિની શાસ્ત્રીય નોંધાની સુંદર અક્ષરે કોપી કરી આપતા. વર્ષો સુધી વિશાળ સ ંખ્યામાં સાધુઓની ગોચરીનીં વ્યવસ્થા સભાળતા અને અન્ય સાધુજીવનનીં કામગીરી સંભાળતા. સૌમ્ય, સહનશીલ, મૃદુસ્વભાવી, અજાતશત્રુ મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજે વડીલેાથી માંડીને નાનામાં નાના સાધુની સુંદર ચાહના પ્રાપ્ત કરેલ. · સહાયકપણું ધરતા સાધુજી ' એ પતિનુ સ્મરણુ તેમનું મુનિજીવન જોવાથી થઇ જતુ. સ`સારીપણામાં સારી પ્રતિષ્ઠા અને સુખ-સમૃદ્ધિ પામ્યા હોવા છતાં સાધુજીવનમાં જરાપણ તેનાં દર્શન ન થયા. પૂર્વેની શ્રીમંતાઇનુ સ્હેજ પણ અભિમાન તેમને નડ્યું નહોતું. મુનિભક્તિમાં સદા તત્પર, ગુર્વાજ્ઞાપાલનમાં સદા ખબરદાર, આત્મઆરાધનામાં લીન, સમભાવમાં સદા મસ્ત આ મુનિનાં ક્ષમા, સહનશીલતા, તપ, જ્ઞાન, ધ્યાન આદિ અનેકાનેક ગુણાની ભૂરિ ભૂર અનુમેદના સૌ કાર્ય કરતા.
,
6
સં. ૨૦૩૮ ના ચામાસામાં પાલનપુર મુકામે દાદર પરથી પડી જવાથી હાથનુ ફ્રેકચર થયું. પેાતાને હાર્ટની બીમારી હોવા છતાં ખૂબ સમતાપૂર્વક સારી રીતે સહન કરતા. એક-એ વાર હાર્ટ-એટેક આવ્યા ત્યારે પણ તેમની પ્રસન્નતા જળવાઈ રહેલી. સં. ૨૦૪૪ના ફાગણ સુદ પાંચમના દિવસે મહારાષ્ટ્રના વીટા મુકામે વિહાર દરમિયાન નવકાર મહામ ંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. એવા એ ઉત્કૃષ્ટ સાધુચરિત મહાત્માને કેટિશ: વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org