________________
શ્રમણભગવંતા–૨
૨૯૩
વિહારમાં જ્યાં જ્યાં પધારતા, ત્યાં ત્યાં ધર્મી, નીતિ અને સંસ્કાર માટે અચૂક પ્રયત્ના કરતા. પરિણામે, આગ્રામાં નગરપાલિકા દ્વારા મહાવીર જયન્તીના દિવસેામાં કતલખાનાં બંધ રાખવાના નિર્ણય કરાબ્યા હતા. એવી જ રીતે, હોશિયારપુરમાં વરસમાં દસ દિવસ, રાજકેટમાં ૬ દિવસ, જીરામાં પર્યુષણના આઠેય દિવસ કતલખાનાં બંધ કરાવવાના ઠરાવેા કરાવ્યા હતા. પંચકુલામાં ગુરુકુળ પાસે કતલખાનું ઊભું કરાવવાની યેાજના હતી તે બધ રખાવી હતી. પજાબમાં કરો સરકારે શાળાનાં બાળકાને એ એ ઇંડાં આપવાનીયેાજના કરી હતી, તે પણ મધ રખાવી હતી. મધ્યપ્રદેશ સરકારે ગર્ભવતી સ્ત્રીઓ અને છ વર્ષનાં બાળકાને ઇંડાં આપવાના નિ ય કર્યાં હતા તે પણ બંધ રખાવ્યા હતા. સમાજમાંથી કુસ’પતું નિવારણ થાય અને સંપસહકારનું વાતાવરણ રચાય તે માટે પૂજ્યશ્રીએ જીવનભર અવિરત પ્રયત્ના કર્યા હતા. તે માટે દિગંબર, સ્થાનકવાસી, તેરાપથી જૈનાચાર્યને મળતા, વિચાર વિનિમય કરતા, અન્ય સ'પ્રદાયેાના કાર્યક્રમામાં હાજરી આપતા, અન્ય સપ્રદાયાની પ્રવૃત્તિઓમાં રસ લઈને કામ કરતા અને સ`ઘે વચ્ચે, વાડાઓ વચ્ચે એકતા થાય તેવા પ્રયત્નો કરતા. ગુરુદેવશ્રીના આવા સ્વભાવને લીધે વર્ષો જૂના ગે!ડવાડ સંઘના ઝગડા મટી ગયેા હતેા પૂજ્યશ્રીના માદન અને નિશ્રામાં મુંબઈ મુકામે સં. ૨૦૨૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશાતખ્તી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોની ભાવના અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શીન થયાં હતા. એવી જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ ઊજવવાની સિમિતિમાં ઈ. સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંખેા વિહાર કરીને આચાય શ્રી દિલ્હી પહેોંચ્યા ત્યારે અનેક સ`ઘેાએ, દરેક સ...પ્રદાયે એકત્રિત થઇને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયુ કર્યુ હતુ, એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે.
પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુ'ડી રાતા મહાવીર તીથે જિનાલય, પાલીતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાયે થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામેામાં પ્રતિષ્ઠા અજનશાલાકાઓના મહાત્સા ઊજવાયા છે. પંજાબ અને રાજસ્થાનમાં અનેક સ્થળેાએ ઉપધાના કરાવ્યાં છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશામાં શિક્ષણ અને સમાજના સુધારા માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. સંયમ, તપ અને પુરુષાર્થની સમર્થ મૂર્તિના દેહ ૮૭ વર્ષની ઉંમરે લથડે છે અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ ને મગળવારે સવારે ૬-૦૦ વાગે મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગારોહણ સાધે છે. હજારો ભક્તજનેાની અશ્રુભીની આંખે સમક્ષ અગ્નિસ`સ્કાર થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી સાધુવરને ! વંદન હજે એ મહાન શાસનપ્રભાવક સૂરિવરને !
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org