________________
શાસનપ્રભાવક
ત સમા આચાર્યદેવ શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના પાલી ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયે હતે. પિતાનું નામ શુભાચંદ બાગચા મહેતા. પિતાનું સંસારી નામ સુખરાજ. બાળપણમાં જ માતા પિતાનું અવસાન થયું. એ સમયમાં સુખરાજની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ. બાળપણમાં જ ગંભીર, એકાંતપ્રિય અને વિરક્ત બની ગયા. પાલીમાં પધારતા સાધુ-સંતની સેવા કરતા. પંજાબકેસરી આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવતાં પ્રેરણાના એક જ અમીબિંદુએ સુખરાજનું જીવન ધન્ય બની ગયું. ૧૯ વર્ષની ભરયુવાન વયે સં. ૧૯૯૭ના ફાગણ વદ ૬ને રવિવારે સુરત મુકામે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને ઉપાધ્યાયશ્રી સેહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સમુદ્રવિજ્યજી તરીકે જાહેર થયા. સં. ૨૦૦૩ના કારતક સુદ ૧૩ને દિવસે ગણિપદ અને માગશર વદ પાંચમે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૦૮ના ફાગણ સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા અને સં. ૨૦૦૯ના મહા સુદ ૩ના દિવસે મુંબઈ-થાણા મુકામે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા.
આ જિનશાસનરત્ન પ્રવજ્યાના પ્રારંભથી પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે, કાયા સાથે છાયા એકરૂપ બની જાય તેમ, એકરૂપ બની ગયા હતા. પૂ. ગુરુદેવ સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૧૧ના રોજ મુંબઈ મુકામે કાળધર્મ પામતાં, સમુદાયની સર્વ જવાબદારી આચાર્યશ્રી પર આવી પડી. પૂ. ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવા સાથે પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, હિમાચલપ્રદેશ આદિ પ્રદેશમાં વિચરી શ્રીસંઘની સાચવણી કરવા સાથે બાલ–યુવા પેઢીમાં જૈનધર્મના સંસ્કારે ટકી રહે તેવા પ્રયત્ન કર્યા. પાદવિહારમાં આવતા પ્રત્યેક ગામમાં સંપ, સંસ્કાર, સારા રીત-રિવાજો અને સાચાં ધર્મસત્યે વિશે માર્ગદર્શન આપતા રહ્યા. પૂજ્યશ્રીની ધર્મભાવનાની જેમ રાષ્ટ્રભાવના પણ ભરપૂર હતી. ઈ. સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે પૂ. આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી ભાત અને મીઠાઈન ત્યાગ કરે. પૂજ્યશ્રીએ યુદ્ધ દરમિયાન લેહીની બેટલે અને ધાબળા સૈનિકને પહોંચાડવાની પ્રેરણા કરી હતી. તેઓશ્રીની રાષ્ટ્રભક્તિ એટલી ઉત્તમ હતી કે હંમેશાં ખાદીનાં વસ્ત્રો જ ધારણ કરતા. ઉત્તમ રાષ્ટ્રપ્રેમ ઉત્તમ માનવપ્રેમમાં પરિણમ્યા વિના રહે નહિ. સાતેય સુપાત્ર ક્ષેત્રો ઉપરાંત દુષ્કાળ, ભૂકંપ, રેલસંકટ જેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રીની પ્રેરણું નીચે અનેક રાહતકાર્યો ઊભાં થયાં હતાં. કચ્છ અંજારના ભૂકંપ સમયે જામનગર સ્થિત હતા, ત્યાંથી ભૂકંપગ્રસ્ત માટે કપડાં-ભજનની વ્યવસ્થા કરાવી હતી. રાજસ્થાનમાં ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે પૂ. આચાર્યશ્રી બીકાનેરમાં હતા, ત્યાંથી વિજયવલ્લભ રિલીફ સાયટીની સ્થાપના કરી અને અનાજ-કપડાં–ઘાસચારે આદિ રાહત પૂરી પાડવા પ્રેરિત કર્યા. લુધિયાણામાં આત્મ-વલ્લભ ફી જૈન હોમિયે ઔષધાલય, હોશિયારપુરમાં આત્મવલ્લભ ઔષધાલય, જામનગરમાં ઉદ્યોગગૃહ, રાજસ્થાનમાં વકરાણા વિસ્તારમાં નિરક્ષરતા દૂર કરવા અનેક શાળાઓની સ્થાપના દ્વારા પૂજ્યશ્રીએ પિતાના ગહન માનવપ્રેમને પરિચય આપ્યો છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org