________________
૨૯૪
સમર્થ શાસનસેવી સધનાયક, મહાન તપસ્વી, પ્રખર જ્યાતિષવિદ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ
શાસનપ્રભાવક
જેમ સાચા મિત્રની કસોટી આપત્તિના સમયમાં જ થાય છે, તેમ સઘનાયકની ભક્તિ, શક્તિ, નિર્ભયતા, નિષ્ઠા અને કાર્યદક્ષતાની કસોટી ધર્મ શાસન પર સંકટ આવી પડે ત્યારે જ થાય છે. એવા સંકટ સમયે હિંમતપૂર્વક અને ઉત્સાહપૂર્વક સામનો કરવામાં જ સંઘનાયકપદ સાર્ષીક થાય છે. આવા સંઘનાયકા વિરલ જોવા મળે છે. એ દૃષ્ટિએ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાન દસ્તૂરીશ્વરજી મહારાજના જીવનકાર્યને વિચાર કરતાં સંઘનાયકના સર્વ ગુણા દૃષ્ટિગોચર થાય છે. ઈ. સ. ૧૯૪૭માં દેશના ભાગલા વખતે પૂજ્યશ્રીએ દાદાગુરુ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ગુજરાનવાલાના ચાતુર્માસ દરમિયાન હિંસાભરી કરતાભરી-અરાજકતાભરી પરિસ્થિતઓને સામનો કરીને પેાતાની નિહઁયતા, હિંમત, દૃઢતા, સંઘરક્ષાની ભાવનાને ઉત્તમ પરિચય કરાવ્યેા હતા. એક સાચા શાસનપ્રભાવક આચાય શ્રી તરીકે એળખ આપી હતી.
તેઓશ્રીને જન્મ રાજસ્થાનમાં સાડી મુકામે થયા હતા. વિ. સં. ૧૯૫૪ના આસા વદ ૧૩ ( મારવાડી સ. ૧૯૫૫ના કારતક વદ ૧૩ )ને શુભ દિને પિતા સૌભાગ્યમલજીનાં ધર્મ પત્ની માતા વરદબાઇની રત્નકુક્ષિએ જન્મેલા બાળકનું નામ પૂનમચંદ પાડવામાં આવ્યું હતું. પૂનમચંદમાં કુટુંબના ધર્મ સ ંસ્કારોને વારસા મળવા ઉપરાંત પુર્વજન્મના સ`સ્કારો પણ જાગી ઊઠયા; અને માત્ર ૧૪ વર્ષની કુમળી વયે ત્યાગવૈરાગ્યની ભાવના મ્હોરી ઊઠી. સ'સારા ત્યાગ કરીને સયમ સ્વીકારવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યા; અને દીક્ષા લીધી ત્યારે જ જપ્યા. સ. ૧૯૬૮ના પાષ વદ ( મારવાડી સ'. ૧૯૬૮ના મહા વદ) ૧૩ના મગળ દિને વડોદરામાં પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી નામે ઘોષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ગુરુભક્તિ, શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યાના ત્રિવેણીસંગમથી પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા અને શાભાવવા માટે ધ પુરુષાર્થીને જીવન સમર્પિત કર્યું. તેઓશ્રીની ઉત્તરોત્તર વધતી જતી યાગ્યતાના બહુમાન રૂપે તેઓશ્રીને સ. ૧૯૯૭માં કપડવંજના સ ંઘે ગણિપદ તથા પંન્યાસપત્ત, સં. ૨૦૦૮માં વડાદરાના સંઘે ઉપાધ્યાયપદ અને સ. ૨૦૧૦માં પૂનાના સ`ઘે આચાય પદ અર્પણ કર્યું. પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજ તિષવિદ્યામાં પણ પારંગત હતા. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં શ્રી સમેતશિખર મહાતી, કલકત્તા આદિના વિહાર કર્યાં હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ૨૫ જેટલાં ઉપધાના થયાં. અનેક અજનશલાકા–પ્રતિષ્ઠા મહાત્સવા પણ ઊજવાયા. ભાયખલામાં દાદાગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના વરદ હસ્તે થઇ હતી. પૂજ્યશ્રી નવકારમંત્ર પર ખૂબ શ્રદ્ધા રાખતા. હુંમેશાં બારસે–પ‘દસા પ્લેના સ્વાધ્યાય કરતા. હંમેશાં છએક કલાક આત્મચિ ંતનમાં વિતાવતા. બીજી અનેક નાનીમાટી તપસ્યા ઉપરાંત તેએશ્રીએ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org