________________
૧૭o
શાસનપ્રભાવક
- જિનાગમસેવી; અવિરત આગમ ઉપાસક પૂ. આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ
ગૌરવવંતા જિનશાસનને પ્રભાવ સમગ્ર વિશ્વમાં પથરાઈ રહ્યો છે. એમાં તીર્થકર ભગવંતથી માંડીને શાસનના શણગાર સમા તેજસ્વી તારલાઓથી અગણિત આકાશગંગાઓ શોભી રહી છે. જેમ ભૂતકાળમાં સેનેરી યુગના દર્શન થાય છે, તેમ વર્તમાનમાં પણ જિનશાસનની રક્ષા અને પ્રભાવના કરનારી વિભૂતિઓનાં દર્શન અવારનવાર થતાં હોય છે. એવા મહાપુરુષે પૈકી જેમનું નામ વર્તમાન સૂરિવરમાં પ્રકાશી રહ્યું છે એવા જિનાગમસેવી પૂજ્ય આચાર્યદેવ શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. પૂજ્યશ્રીને જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયેલ હતા. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગણદાસ અને માતા દિવાળીબેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલે મહાન બનશે તે કલ્પનાતીત હતું. પરંતુ, માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગર–અમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતે. ત્યાં દિનપ્રતિદિન સાધુ-સાધ્વીજીઓને સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લેકર પર્વ પ્રસંગે, તપ-જપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગે તેમના જીવનમાં બનતા રહ્યા. અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધમધન કમાવા માટે સંસાર છેડવાનો નિર્ણય કર્યો.
(સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમ દ્વારકશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખચે હતું. ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું; અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું. પરંતુ કેમ જાણે, સંયમ પૂરો પાડ્યો ન હોય તેમ, મેહપાશમાં પડેલાં કુટુંબીજને આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકાએ મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દલસાગરજી બન્યા.) કુટુંબીજને તરફથી પુનઃ વિટંબણુ ના થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થેડા જ સમયમાં પૂ. શ્રી કમલસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પિતાના જીવનને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org