________________
શ્રમણભગવંતે-૨
3८७ સમુદાયની સાર-સંભાળના ગુણે વ્યાપેલા છે. આ ગુણને પ્રભાવે તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીને વરદ હસ્તે સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિવસે મુંબઈમાં મહત્સવ પૂર્વક આચાર્યપદ અભિષિક્ત કરાયા અને પૂ. આચાર્ય શ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ તરીકે ઘોષિત થયા.
વર્ષોથી અવિરત ગુરુસેવા, સમુદાયની સારસંભાળ, અનેક મુહૂર્તોનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવશ્રીને પત્રવ્યવહારની જવાબદારી ઇત્યાદિમાં પિતાના અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમાધિપૂર્ણ સ્વર્ગગમન બાદ જેઓશ્રીના નામ કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ પ્રમાણમાં જાણીતાં અને માનીતાં થઈ રહ્યાં છે, એ પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજ, વડીલો-આચાર્યદેવેની શુભેચ્છા પામીને વર્ધમાન તપપ્રભાવક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજનાં નિશ્રા-સાન્નિધ્ય પામવા પૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહેળો અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજ્ય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની પરમ કૃપા, જ્યોતિષશાસ્ત્રને ઊંડો અભ્યાસ આદિ અનેકાનેક વિશેષતા ધરાવતા પૂજ્યશ્રી અને પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ એક જ સાલ અને એક જ દિવસના દીક્ષિત છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકનું જ અંતર છે. દીક્ષાની એ ઘડી-પળે કેઈ ને કલ્પના ય નહિ આવી હોય કે, આ બે સહદીક્ષિતેના શિરે ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે સમુદાયનું સંચાલન સ્થાપિત થશે અને એ કર્તવ્ય અદા કરવામાં બંને અરસ-પરસ પૂરક બની રહેશે ! હાલ પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય પ૭ વર્ષને છે. અધિકાધિક અને અદકેરાં શાસનકા સફળતાથી પાર પાડવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ બ, એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની કેટિશ: વંદના !
તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની મૂર્તિ, કુશળ અને સચેટ વ્યાખ્યાતા
અગણિત શિષ્યસમુદાયના પ્રેરક-પ્રોત્સાહક, સમર્થ સાહિત્યસર્જક પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
વત્સલ, વિમલ અને વિશુદ્ધ વ્યક્તિત્વને પ્રભાવે અનેક જીવાત્માઓ જૈનત્વને પામીને કૃતાર્થ થયા, તે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું વિરલ વ્યક્તિત્વ અત્યંત પ્રભાવંશાળી છે. તેઓશ્રીને જન્મ જૈનનગરી અમદાવાદમાં કાળુશીની પિળમાં સુસંસ્કારી શ્રીમાન ચીમનલાલનાં સુશ્રાવિકા ધર્મપત્ની ભૂરીબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૬૭ના ચૈત્ર વદ ૬ને શુભ દિવસે થયે હતે. માતાપિતાએ નામ રાખ્યું કાંતિલાલ. કાંતિલાલ ખરેખર નાનપણથી જ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસમાં કાંતિમાન હતા. આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષ સેકન્ડ કલાસમાં ઉત્તીર્ણ થઈ, આજની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (C. A.)ની સમકક્ષ ત્યારની G. D. A. (ગવર્નમેન્ટ ડિલેમેઇડ એકાઉન્ટનટ)ને અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઇંગ્લેન્ડની અને ઈન્ડિયાની ઇન્સ્ટીટ્યુટ ઓફ બેન્કર્સ અને ઈન્કોર્પોરેટેડ સેકેટરીઝની પરીક્ષા પણ પસાર કરી. એમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org