________________
શ્રમણભગવા
પ્રવ ક શ્રી દીપચંદ્રજી મહારાજ
પ્રવર્તક શ્રી દ્વીપચંદ્રજી મહારાજમાં સમર્પિત ગુરુભક્તિ, કુશળ સંઘસંચાલન, ઉત્તમ કવિત્વશક્તિ અને પ્રભાવશાળી વક્તૃત્વના સુંદર સમન્વય સધાયેા હતેા. જન્મભૂમિ – દુર્ગાપુર (તા. માંડવી, કચ્છ ). જન્મ–સ', ૧૯૨૮. સ’સારીનામ–ઢેવજીભાઈ સ'વેગર’ગે-ર’ગીતાત્મા શ્રી કુશલચદ્રજી ગણના સત્યમાગમે દેવજીભાઈ યુવાનવયે વૈરાગી બન્યા. ઘણી મહેનતે માતાની અનુમતિ મળી. પરંતુ તેમનુ સગપણ ખાળવયે જ થઈ ગયેલું. શ્વસુરપક્ષ દીક્ષાની રજા આપવા તૈયાર ન હતા. બીજી બાજુ દેવજીભાઈ પોતાના નિર્ણયમાં અડગ હતા. વળી વાટાઘાટા ચાલી. અંતે બંને ગામનાં મહાજનોએ વચ્ચે પડી, શ્વસુરપક્ષની સંમતિ મેળવી આપી. દેવજીભાઈ તેમની વાગ્દત્તાને બહેન પસલી આપી આવ્યા. સ. ૧૯૪૫ માં ભારે ધામધૂમથી દેવજીભાઈની દીક્ષા થઈ. નામ પડયું
દીપચ’દ્રુજી.
૧૮૯
શ્રી કુશલચંદ્રજી ગણિવર અને શ્રી ભ્રાતૃચંદ્રજી જેવા સમર્થ ગુરુની નિશ્રામાં લાંખા ગુરુકુલવાસ સેવનાર શ્રી દીપચંદ્રજી જ્ઞાન અને ક્રિયાના મમજ્ઞ અને વ્યવહાર–વિચક્ષણ બની ગયા. ચારિત્ર અને શિસ્તપાલનના તેઓશ્રી અતિ આગ્રહી હતા. સાધુ-સાધ્વીની સારણા–વારણામાં તેઓશ્રી વિશેષ સિદ્ધહસ્ત હતા. સ'. ૧૯૭૫ માં તેમને પ્રવ કપદવી આપવામાં આવી. તેમના હસ્તે અનેક દીક્ષાઓ થઈ. તેઓશ્રી ઊઇંચી કવિત્વ-શક્તિ ધરાવતા હતા. અનેક સ્તવના, સ્તુતિ, ચેઢાળિયા આદિની તેમણે રચના કરી છે. આરાધના અને પ્રભાવનાભર્યુ જીવન જીવી જનારા આ જાજરમાન મુનિવર સ. ૧૯૯૯ માં પેાતાની જન્મભૂમિમાં સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા. એ મુનિવરને કેટિ કેડિટ વઢના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org