________________
૬૦૨
શાસનપ્રભાવક પ્રદાન કરવામાં આવી. ત્યાર બાદ, વિશદ અભ્યાસ અને અન્ય અનેક યોગ્યતા જાણી તેઓશ્રીને સં. ૧૯૫૯ના ફાગણ સુદ બીજને દિવસે શિવગંજમાં પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજે પંન્યાસપદથી અને સં. ૧૯૬૬ના પોષ સુદ ૭ ના દિવસે કાબુસા નગરે પૂ. આ. શ્રી વિનચંદ્રસૂરિજી મહારાજે ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા.
પૂ. ઉપાધ્યાયશ્રી મેહનવિજ્યજી મહારાજની પ્રવચનશૈલી જ્ઞાનગર્ભિત અને સુમધુર વાણીના કારણે ઘણી રોચક અને પ્રભાવક હતી. જેને ઉપરાંત જૈનેતરમાં પણ તેઓશ્રીનાં પ્રવચનનું ખૂબ આકર્ષણ રહેતું. પૂજ્યશ્રીની અદ્ભુત વ્યાખ્યાનશૈલી અને પ્રેરક ઉપદેશથી અનેક લોકે ધર્મમાં શ્રદ્ધાવંત અને કાર્યરત બન્યાં હતાં અનેક સ્થાનકવાસીઓ મૂર્તિપૂજક બન્યા હતા. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેકવિધ ધર્મકાર્યો શાસનપ્રભાવનાપૂર્વક સુસંપન્ન થયાં હતાં. તેઓશ્રીના વરદ હસ્તે મુનિશ્રી અમૃતવિજયજી, મુનિશ્રી ધીરવિજયજી, સાધ્વીશ્રી દેવશ્રીજી, શ્રી ધર્મશ્રીજી, શ્રી હેતશ્રીજી આદિની દીક્ષાઓ થઈ. ઉપરાંત, વડનગર, અમરાવદ, દેવાવલ, બાગા, જાણ વગેરે અનેક સ્થાનમાં પ્રભુપ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકાએ મહામહોત્સવપૂર્વક થઈ હતી. વળી અનેક સંઘોમાં એકતા સધાઈ હતી. પૂજશ્રીએ ૨૦ ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે અને ૨૩ ચાતુર્માસ સ્વતંત્રપણે કર્યા હતાં. સં. ૧૯૭૭ના પિષ સુદ ૩ના દિવસે પૂજ્યશ્રી ૪૪ વર્ષને સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૫૫ વર્ષની વયે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા, એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કેટિશઃ વંદના !
'
૪ .
પ્રશાંતમૂર્તિ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજ
પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય અને પૂ. મુનિવર્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય પ્રશાંતમૂતિ પૂ. મુનિરાજશ્રી હંસવિજ્યજી મહારાજને જન્મ સં. ૧૯૧૪ના અષાઢ વદ અમાસના રોજ વડોદરામાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્મપરાયણ અને શ્રીમંત કુટુંબમાં થયું હતું. તેમના પિતાનું નામ જગજીવનદાસ, માતાનું નામ માણેકબાઈ અને તેમનું જન્મ નામ છોટાલાલ હતું. વ્યાવહારિક શિક્ષણ પ્રાપ્ત કરીને છોટાલાલ પિતાના કાપડના વ્યવસાય ઉપરાંત ઝવેરાતના વ્યવસાયમાં જોડાયા હતા. ૧૬ વર્ષની વયે તેમનું લગ્ન વડોદરામાં જ પ્રસિદ્ધ કુટુંબની કન્યા-સૂરજબાઈ સાથે થયું. સંતાનમાં તેમને એક પુત્રી હતી. સુખસાહ્યબીમાં પણ તેમને ધર્મરાગ ઉત્કૃષ્ટ હતું. આગળ જતાં એ ધર્મરાગ વૈરાગ્યભાવમાં પરિણમે. અને એક દિવસ પિતાની જેમ જ ત્યાગમાર્ગે જવા ઉત્સુક એવા છગનલાલની સાથે પંજાબના અંબાલા શહેરમાં જઈ પહોંચ્યા. ત્યાં પૂ. આત્મારામજી મહારાજ પાસે સં. ૧૯૩૫ના મહા વદ ૧૧ના દિવસે દીક્ષા અંગીકાર કરતાં તેમને મુનિવર્ય શ્રી લક્ષમીવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી હંસવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા. તેમની વડી દીક્ષા પૂ. શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના હસ્તે, વડોદરામાં, સં. ૧૯૩૯ત્ના જેઠ સુદ ૧૦ને દિવસે થઈ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org