________________
શ્રમણભગવંતે-૨
૬૦૩
પૂ. મુનિશ્રી હંસવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસી, કવિ તેમ જ પરમ ત્યાગી-વૈરાગી અને નિઃસ્પૃહી હતા. સતત અભ્યાસ, સુવિશુદ્ધ ચારિત્રપાલન, નિખાલસ અને પવિત્ર હૃદય, શાંત અને સરળ જીવન, ઉગ્ર વિહાર – એ પૂજ્યશ્રીની ધપાત્ર વિશેષતાઓ હતી. તે જ રીતે તેઓશ્રી દ્વારા થયેલી શાસનપ્રભાવના વૈવિધ્યપૂર્ણ અને ચિરસ્મરણીય છે. પપ વર્ષના દીર્ઘ ચારિત્ર દરમિયાન તેઓશ્રીએ પંજાબ, મેવાડ, માળવા, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ તેમ જ એક બંગાળ અને દક્ષિણ ભારતમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરી હતી, પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, નવાં તીર્થો વગેરેની પ્રતિષ્ઠા કરી હતી, શ્રી ગૌતમસ્વામી, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય અને આત્મારામજી મહારાજ આદિની મૂતિઓ અનેક સ્થળે પ્રતિષ્ઠિત કરાવી હતી, જીવદયાને પ્રચાર-પ્રસાર પણ ખૂબ કર્યો હતો, પાઠશાળાઓ, પુસ્તકાલયે, વનિતા વિશ્રામ, શાળાઓ આદિની સ્થાપના કરાવી હતી, પાદરા, પારેલ, ડીસા આદિ સ્થાના કલેશ દૂર કર્યા હતા, માંડવગઢ, રામસેન, ઓસિયાજી આદિ તીર્થોને પ્રસિદ્ધિમાં લાવ્યા હતા; કેળવણીના પ્રસારનું પણ સુંદર કાર્ય કર્યું હતું.
પૂ. મુનિરાજશ્રી હંસવિજ્યજી મહારાજે વિવિધ રાગરાગિણ અને મધુર શખુલાલિત્યમાં તીર્થોની પૂજાઓ તથા તીર્થોની ચૈત્યપરિપાટી સમાન સ્તવને વ્યાં. તેમાં હું વિદ, સમેતશિખરજી અને ગિરનાર તીર્થની પૂજાઓ, પ્રશ્નોત્તર પુષ્પમાળા, કુમારવિહાર શતક આદિ તેમની વિખ્યાત કૃતિઓ છે. પૂજ્યશ્રીના બહેળા શિષ્યસમુદાયમાં પંન્યાસશ્રી સંપતવિજયજી મહારાજે અખંડ ૪૮ ચોમાસાં સાથે કરીને દરેક કાર્યોમાં જોડાઈ ગુરુભક્તિને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યું. ઉપરાંત, મુનિશ્રી ધર્મવિજયજી, શ્રી શંભુવિજયજી, શ્રી કુસુમવિજયજી શ્રી વસંતવિજ્યજી, શ્રી રમણીકવિજયજી આદિ શિષ્યગણ છે. પૂ. શ્રી હંસવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થા મોટે ભાગે વડેદરા, અમદાવાદ અને પાટણમાં પસાર કરી હતી. છેલ્લું ચાતુર્માસ પિતાના બાલસ્નેહી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સાથે પાટણમાં પસાર કર્યું હતું અને તેમની હાજરીમાં જ, ટૂંકી માંદગી ભેગવી, સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૧૦ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. વંદન હજો એ પ્રભાવક મુનિપ્રવરને!
પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજ
શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજને જન્મ સં. ૧૯૪૦ના અક્ષયતૃતીયાના પુનિત દિવસે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ શહેરમાં ફૂલમાળી કુળમાં થયે હતે. પિતાનું નામ ગંગારામજી, માતાનું નામ મથુરાદેવી અને પિતાનું જન્મનામ બલદેવ હતું. સં. ૧૫૪ના માગશર સુદ ૮ના રોજ, ૧૪ વર્ષની કુમાર, પૂ. ઉપાધ્યાયશ્રી ધનવિજ્યજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી બલદેવ મુનિશ્રી ગુલાબવિજ્યજી બન્યા. તેઓશ્રીને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org